ફરિદાબાદ: પૈસાની તંગીથી ત્રસ્ત એક જ પરિવારનાં 4 લોકોની ફાંસી ખાઇ આત્મહત્યા

ફરિદાબાદનાં સુરજકુંડની ઘટના

 • Share this:
  ફરીદાબાદ: ફરીદાબાદનાં સૂરજકુંડમાં એક જ પરિવારનાં 4 લોકોએ પોતાની જાતને ફાંસી લગાવવાની ઘટનાએ સૌને ચોકાવી દિધા છે. તેમાં ત્રણ યુવતીઓ અને તેમનો એક ભાઇ શામેલ છે. કહેવાય છે કે તમામે 3-4 દિવસ પહેલાં જ ફાંસી ખાઇ લીધી છે જેની જાણકારી આજે મળી રહી છે. મૃતદેહ પાસેથી સ્યુસાઇડ નોટ પણ મળ્યો હતો. જેમાં આત્મહત્યા પાછળનું કારણ આર્થિક તંગી જણાવવામાં આવી રહ્યું છે.

  પરિસ્થિતિઓ સામે વિવશ થઇને વ્યક્તિ આત્મહત્યા જેવો કઠોર નિર્ણય લે છે. આ પરિવાર સૂરજકુંડનાં દયાલબાગમાં રહે છે. તે અગ્રવાલ સોસાયટીનાં ફ્લેટ નંબર 31માં રહે છે. આ પરિવાર ખ્રિસ્તી ધર્મ અપનાવતા હતાં. તેમનાં ફ્લેટનો દરવાજો પાછળથી કેટલાંયે દિવસોથી બંધ હતો અને ત્યાંથી ઘણી જ દુર્ગંધ આવતી હતી. જે બાદ આસપાસનાં લોકોએ તેની જાણકારી દયાલબાગ પોલીસ ચોકીનાં ઇન્ચાર્જ રણધીર સિંહને આપી હતી.  પછી રણધીર સિંહે તેમની ટીમ સાથે પહોંચીને ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી. પોલીસે બારીમાંથી જોયુ ત્યારે મહિલાઓની બે લાશ મળી. જે બાદ સુચના મળતા SHO વિશાલ પણ ઘટના સ્થળે પહોચ્યા હતાં.
  Published by:Margi Pandya
  First published: