Mobile ચોર સાથે 'થર્ડ ડિગ્રી', Video Viral થતાં 3 પોલીસકર્મી સસ્પેન્ડ

News18 Gujarati
Updated: January 10, 2020, 9:31 AM IST
Mobile ચોર સાથે 'થર્ડ ડિગ્રી', Video Viral થતાં 3 પોલીસકર્મી સસ્પેન્ડ
ચોર પર 'થર્ડ ડિગ્રી'નો કોઈએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતાં પોલીસકર્મીઓ સસ્પેન્ડ

ચોર પર 'થર્ડ ડિગ્રી'નો કોઈએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતાં પોલીસકર્મીઓ સસ્પેન્ડ

  • Share this:
દેવરિયા : ઉત્તર પ્રદેશ પોલીસ (Uttar Pradesh Police)નો એક ડરાવનારો ચહેરો સામે આવ્યો છે. દેવરિયામાં હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ત્રણ પોલીસકર્મી એક ચોરીના આરોપીને નિર્દયતાથી મારતાં જોવા મળી રહ્યા છે. મળતી જાણકારી મુજબ, પીડિત પર આરોપ છે કે તેણે મોબાઇલ ચોર્યો. આ ઘટના મદનપુરની હોવાનું કહેવાય છે. વીડિયો વાયરલ થયા બાદ હવે ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

મોઢા પર પગ રાખ્યો અને પછી ફટકાર્યો

વીડિયોમાં પોલીસકર્મીઓએ ક્રૂરતાની હદો પાર કરી દીધી. આરોપી સાથે પૂછપરછના નામે એક પોલીસકર્મીએ તેના મોં પર પગ મૂક્યો અને બાકી અન્યએ તેને મારવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન પીડિત યુવક છોડી મુકવા માટે આજીજી કરતો રહ્યો પરંતુ પોલીસકર્મીઓને તેની પર દયા ન આવી અને તેને સતત મારતા રહ્યા.

વીડિયો વાયરલ થતાં 3 પોલીસકર્મી સસ્પેન્ડ

વીડિયો વાયરલ થયો તો મામલો જિલ્લાના એસપી શ્રીપતિ મિશ્રા સુધી પણ પહોંચ્યો. મામલો ઉગ્ર બનતો જોઈ તેઓએ ત્રણેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા. મિશ્રાએ કહ્યું કે આ નિંદનીય છે અને ત્રણેય પોલીસકર્મીઓની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે અને યુવકની મેડિકલ તપાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.



શું છે સમગ્ર મામલો?

મૂળે, બુધવાર બપોરે 12 વાગ્યે મદનપુર પોલીસ સ્ટેશન હદના મહેન ગામ નિવાસી વિશ્વેશ્વર તિવારીને સૂચના મળી કે તેમનો મોબાઇલ ગામના જ સુમિત ગોસ્વામીએ ચોરી કરી લીધો છે. સૂચના મળતાં સક્રિય PRB ટીમના જવાન તે યુવકને પકડીને પોલીસ સ્ટેશન લાવ્યા. તેઓએ તપાસ કર્યા વગર જ આરોપી યુવકને નિર્દયતાથી મારવાનું શરૂ કરી દીધું. આ સમગ્ર ઘટનાક્રમનો એક વીડિયો બનાવીને કોઈએ સોશિયલ મીડિયા પર અપલોડ કરી દીધો. જે બાદમાં વાયરલ થઈ ગયો.

આ પણ વાંચો, હેલ્મેટ પહેરીને શ્વાનની બાઇક સવારી, વીડિયો વાયરલ, ઇન્ટરનેટ પર લોકોએ આવું આપ્યું રિએક્શન
First published: January 10, 2020, 9:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading