શ્રીનગર : પાકિસ્તાની સેનાએ ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર ફરી એક વખત સિઝફાયર ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન તરફથી સુંદરબની સેક્ટરમાં ગુરુવારે સવારે ફાયરિંગમાં એક ભારતીય સૈન્યનો જવાન શહીદ થયો છે. હુમલામાં શહીદ થનાર 24 વર્ષીય જવાનનું નામ યશપાલ છે. યશપાલ રાયફલમેન હતો.
આ પહેલા ગુરુવારે રાજ્યના બારામૂલા સ્થિત સોપોરમાં સુરક્ષા દળોએ નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસની નાકાબંધી દરમિયાન આતંકીઓએ હુમલો કરી દીધો હતો જેમાં એક SHO સહિત બે પોલીસકર્મીઓ ઘાયલ થઈ ગયા હતા.
ગ્રેનેડ હુમલામાં ત્રણ પોલીસકર્મી ઘાયલ
જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લામાં ગ્રેનેડ હુમલામાં ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે સોપિયાનમાં એક દિવસ પહેલા જ આતંકીઓએ એક સ્પેશિયલ પોલીસ ઓફિસરને ગોળી મારી દીધી હતી.
એક પોલીસ અધિકારીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, ગુરુવારે આતંકીઓએ દક્ષિણ કાશ્મીરના સોપોર જિલ્લાના સોપોરના મુખ્ય ચોક ખાતે સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો.
હુમલા બાદ પોલીસે આ વિસ્તારમાં નાકાબંધી કરી હતી અને હુમલાખોરોને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
નોંધનીય છે કે મહિનાની શરૂઆતમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ જમ્મુના બસ સ્ટોપ ખાતે ઉભી રહેલી એક બસમાં ગ્રેન્ડ ફેંક્યો હતો. આ બનાવમાં બે લોકોનાં મોત થયા હતા, જ્યારે 22 ઘાયલ થયા હતા.
હુમલો કર્યા બાદ ઘરે પરત જઈ રહેલા સગીરની જમ્મુથી 20 કિલોમીટર દૂર નાગરોટા ચેકપોસ્ટ ખાતેથી પોલીસે ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે સગીર તેના લંચ બોક્ષમાં છૂપાવીને ગ્રેનેડ લાવ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર