J&K: પાક. તરફથી ફાયરિંગ, 9 મહિનાની બાળકી સહિત 3 લોકોનાં મોત

News18 Gujarati
Updated: March 2, 2019, 10:47 AM IST
J&K: પાક. તરફથી ફાયરિંગ, 9 મહિનાની બાળકી સહિત 3 લોકોનાં મોત
પ્રતીકાત્મક તસવીર

મૃત્યુ પામનારાઓની ઓળખ રૂબાના કૌસર (24), તેમનો દીકરો ફજાન (5) અને 9 મહિનાની દીકરી શબનમ તરીકે થઈ છે

  • Share this:
ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શુક્રવાર રાત્રે વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાનથી ભારત પરત ફર્યા છે. જોકે, આ દરમિયાન ભારત અને પાકિસ્તાનની વચ્ચે નિયંત્રણ રેખા પર (LoC) તણાવ ચાલુ જ છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના પુંછમાં ફરી એકવાર સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું છે.

શુક્રવાર મોડી રાત્રે સીમા પારથી કરવામાં આવેલા ફાયરિંગમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા છે. જેમાં 9 મહિનાની બાળકી પણ સામેલ છે, જ્યારે બે અન્ય ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, પાકિસ્તાની સૈનિકોએ પહેલીવાર ફાયરિંગ કર્યું. મોર્ટારથી સામાન્ય નાગરિકોના વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યા. ભારતીય સુરક્ષા દળોએ પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો.

અધિકારીઓ મુજબ, ફાયરિંગમાં મૃત્યુ પામનારાઓની ઓળખ રૂબાના કૌસર (24), તેમનો દીકરો ફજાન (5) અને 9 મહિનાની દીકરી શબનમ તરીકે થઈ છે. જ્યારે રુબાનાના પતિ મોહમ્મદ યૂનિસ અને એક અન્ય વ્યક્તિ ઘાયલ થયા છે.

આ પણ વાંચો, લાશો વચ્ચેથી ઊભો થયો આતંકવાદી અને અંધાધૂંધ કર્યું ફાયરિંગ, 4 જવાન શહીદ

આ પહેલા પુંછ જિલ્લાના મનકોટ વિસ્તારમાં પાકિસ્તાની દળોની ફાયરિંગમાં નસીર અખ્તર નામની મહિલા ઘાયલ થઈ હતી. સલોત્રી અને મનકોટ ઉપરાંત પુંછ જિલ્લાના કૃષ્ણાઘાટી અને બાલાકોટ વિસ્તારોમાં પણ ફાયરિંગ થયું.
First published: March 2, 2019
વધુ વાંચો
अगली ख़बर