કરવાચોથ પર લીધેલી સેલ્ફી જીવનની આખરી સેલ્ફી બની, અકસ્માતમાં કોન્સ્ટેબલનું મોત, દિવાળીમાં માતમ

6 મહિના પહેલા જ પોલીસ કોન્સ્ટેબલના લગ્ન થયા હતા

Accident news- 6 મહિના પહેલા જ દેવેન્દ્રના લગ્ન થયા હતા. 24 ઓક્ટોબરે તેની પત્ની વૈશાલીએ તેના માટે પ્રથમ કરવોચોથ વ્રત રાખ્યું હતું, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર સહિત 3 ના મોત

  • Share this:
    ગ્વાલિયર : ગ્વાલિયરમાં પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર દુબેએ ક્યારેય વિચાર કર્યો નહીં હોય કે કરવાચોથ (Karvachoth)પર પત્ની સાથે લીધેલી તેની તસવીર અંતિમ સેલ્ફી (Selfie)બની રહેશે. ગુનાના બીનાગંજ વિસ્તારમાં બુધવારે થયેલા અકસ્માતમાં (Accident)દેવેન્દ્ર સહિંત 3 લોકોના મોત થયા છે. તેમની કાર ડિવાઇડર સાથે ટકરાઇને પુલની નીચે પડી ગઈ હતી. તે સમયે દેવન્દ્રનો પરિવાર અને મિત્રના પરિવાર સાથે ગુનાથી ગ્વાલિયર (Gwalior)જઈ રહ્યા હતા.

    6 મહિના પહેલા જ દેવેન્દ્રના લગ્ન થયા હતા

    6 મહિના પહેલા જ દેવેન્દ્રના લગ્ન થયા હતા. 24 ઓક્ટોબરે તેની પત્ની વૈશાલીએ તેના માટે પ્રથમ કરવોચોથ વ્રત રાખ્યું હતું. જાણકારી પ્રમાણે દેવેન્દ્રએ મોતના 24 કલાક રહેલા પોતાના મિત્ર અભિષેકને ફોન પર જન્મ દિવસના અભિનંદન પાઠવ્યા હતા. તેણે ફોન પર મિત્રને કહ્યું હતું કે બર્થ ડે પાર્ટી લેવા પર અભિનંદન પાઠવ્યા છે. કાલે પાર્ટી લેવા માટે આવી રહ્યો છું. જોકે પાર્ટીના બદલે મિત્રને તેના મોતના સમાચાર મળ્યા હતા. દેવેન્દ્રના પિતા કિસાન છે અને તેમની ઇચ્છા હતી કે દેવેન્દ્ર પોલીસની વર્દી પહેરે.

    આ પણ વાંચો - જેલમાં રહેલો આરોપી અધિકારીઓને દર મહિને આપતો હતો 1 કરોડ 15 લાખ, ફાઇવ સ્ટાર હોટલથી ખાવાનું આવતું

    આ દુર્ઘટના ગુનામાં બુધવારે સવારે નેશનલ હાઇવે પર બની હતી. ગ્વાલિયરના વિજય નગર આમખોમાં રહેનાર 26 વર્ષનો દેવેન્દ્ર દુબે શાજાપુરના ઇકોદિયા સ્ટેશનમાં કોન્સ્ટેબલ હતો. બુધવારે દિવાળી મનાવવા પોતાના દોસ્તના પરિવાર સાથે ગ્વાલિયર તરફ આવી રહ્યા હતા. ગાડી નીરજ ચલાવી રહ્યો હતો અને તેની બાજુની સીટમાં દેવેન્દ્ર બેઠો હતો. દેવેન્દ્રની પત્ની વૈશાલી દુબે (24), નીરજની પત્ની અલકા પોતાના પુત્ર અનમોલ (3) અને પુત્રી પ્રિયાંશી (11 મહિના) પાછળ બેઠા હતા.

    આ પણ વાંચો - પત્નીનું બે યુવક સાથે હતું 'લફરું', પૈસા પણ આપતી હતી, વાંચો હત્યા બાદ આત્મહત્યાની દર્દનાક કહાની

    નીરજને આવી ગયું ઝોકું

    ગુનાના બીનાગંજ વિસ્તારમાં બેરખેડી પાસે સવારે 5 કલાકે નીરજને ઝોકું આવી ગયું હતું. જેથી કાર અનિયંત્રિત થઇને ડિવાઇડર સાથે ટકરાઇ હતી અને પુલ પરથી નીચે પડી હતી. દુર્ઘટનામાં કોન્સ્ટેબલ દેવેન્દ્રની સાથે નીરજની પત્ની અલકા અને પુત્રી પ્રિયાંશીનું ઘટનાસ્થળે મોત થયું હતું. નીરજ, અનમોલ અને દેવેન્દ્રની પત્ની વૈશાલી ગંભીર રુપથી ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોની ગ્વાલિયરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
    Published by:Ashish Goyal
    First published: