પેરિસ : પયગંબર કાર્ટુન વિવાદમાં ફ્રાન્સમાં ટીચરનું ગળું કાપીને હત્યા કર્યા પછી હવે આ પ્રકારની વધુ એક હત્યાનો મામલો સામે આવ્યો છે. ફ્રાન્સના એક ચર્ચમાં (Church) હુમલાવરે એક મહિલાનું ગળું કાપી નાખ્યું હતું અને બે અન્ય લોકોની ચપ્પુ મારીને નિર્મમ હત્યા કરી દીધી છે. આ ઘટના ફ્રાન્સના નાઇસ શહેરમાં થઈ છે. શહેરના મેયરે આ ઘટનાને આતંકવાદ ગણાવી છે.
મેયર ક્રિશ્ચિયન ઇસ્તોર્સીએ કહ્યું કે ચાકુથી આ હુમલા શહેરની નોટ્રે ડેમ ચર્ચમાં થયો છે. પોલીસે હુમલાવરની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે ત્રણ લોકોના મોતની પૃષ્ટિ થઈ છે. ઘણા ઇજાગ્રસ્ત થયા છે. એક પોલીસ સૂત્રએ કહ્યું કે મહિલાનું ગળું કાપવામાં આવ્યું છે. ફ્રાન્સના એક નેતાએ પણ એ વાતની પૃષ્ટિ કરી છે કે મહિલાનું ગળું કાપવામાં આવ્યું છે.
આ પણ વાંચો - પ્રદુષણનું કારણ ફક્ત પરાલી નથી, તમે લાંબી લાંબી કારમાં ફરવાનું બંધ કરો, સાઇકલની આદત પાડો : સુપ્રીમ કોર્ટ
હાલ સ્પષ્ટ થયું નથી કે ચર્ચમાં ચાકુથી હુમલો કરીને લોકોની હત્યા કરવા પાછળ શું ઇરાદો છે. આનો પયગંબરના કાર્ટુનથી કોઈ મતલબ છે કે નહીં. આ પહેલા ફ્રાન્સમાં એક ટીચરે પયગંબરનું કાર્ટુન બતાવતા તેમની હત્યા કરી દીધી હતી. આ ઘટના પછી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોએ અભિવ્યક્તિની આઝાદી અને ધર્મના ઉપહાસ ઉડાવવાના અધિકારનું જોરદાર સમર્થન કર્યું હતું. આ કારણે મુસ્લિમ દેશોમાં તે ટિકાનો શિકાર થયા હતા.
Published by:Ashish Goyal
First published:October 29, 2020, 16:42 pm