જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં આતંકી ઢાર, જવાન શહીદ, સર્ચ ઓપરેશન ચાલુ

News18 Gujarati
Updated: September 27, 2018, 2:15 PM IST
જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં આતંકી ઢાર, જવાન શહીદ,  સર્ચ ઓપરેશન ચાલુ
ફાઇલ તસવીર

જમ્મુ કાશ્મીરમાં ત્રણ અલગ અલગ જગ્યાઓ પર એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન, એક સામાન્ય માણસ અને એક આતંકવાદીનું મોથ થયું છે.

  • Share this:
જમ્મુ કાશ્મીરમાં ત્રણ અલગ અલગ જગ્યાઓ પર એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન, એક સામાન્ય માણસ અને એક આતંકવાદીનું મોથ થયું છે. સેનાના જવાન અને આતંકવાદીનું મોત શ્રીનગરથી 58 કિલોમીટર દૂર અનતનાગર જિલ્લાના બીજા વિસ્તારમાં થઇ છે. અત્યારે ફાયરિંગ બંધ થઇ ગયું છે. જોકે, સર્ચ ઓપરેશન ચાલું છે. સિક્યોરિટી ફોર્સસને શક છે કે હજી પણ એ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ સંતાયેલા છે.

એક સિનિયર પોલી અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુપ્ત જાણકારી મળી હતી. ત્યારબાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ એન્કાઉન્ટરમાં એક જવાન શહિદ થયો છે. એક આતંકીને ઠાર મરાયો હતો. એન્કાઉન્ટરમાં અનંતનાગ, શ્રીનગર અને બડગમ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે શ્રીનગરના નૂરબાગ વિસ્તારમાં ઇન્ટેલિજન્સને મળેલી જાણકારી પ્રમાણે સિક્યોરિટી ફોર્સસે ઓપરેશની શરૂઆત કરી હતી. જાણકારી મળી હતી કે, આ વિસ્તારમાં કોઇ ઘરમાં કેટલાક આતંકવાદી છૂપાયા હતા. ઓપરેશન દરમિયાન ઘર માલિકનું મોત થયું હતું.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે અત્યારે આતંકી એ ઘરમાંથી નીકળી ગયા છે. આજુ બાજુના કોઇ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરીને શોધખોળ શરૂ કરેલી છે. જ્યારે ત્રીજા એન્કાઉન્ટરમાં સિક્યુરિટી ફોર્સે ત્રણ આતંકીઓને ઘરે ગયા હતા. જે બડગમ વિસ્તારમાં એક ધાર્મિક સ્થળ ઉપર કબ્ઝો કરીને બેઠા હતા. તેમને બહાર કાઢવાની કોશિશ કરાઇ રહી છે.
First published: September 27, 2018, 2:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading