દેશની આર્થિક રાજધાની મુંબઈમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન કેટલીએ ઈમારત ધરાશાયી થવાની દુર્ઘટનાઓ બની છે. એવામાં આજે વધુ એક આવી જ દુર્ઘટના સામે આવી છે. આ દુર્ઘટના મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં બની છે. અહીં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતા 3 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અનેક લોકો ઘાયલ પણ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના ગોરેગાંવમાં એક ચોલ પાસે બની છે. નેશનલ ડિઝાસ્ટર ફોર્સ (એનડીઆરએફ) ઘટના સ્થળ પર પહોંચી અને લોકોને કાટમાળ નીચેથી કાઢવા બચાવ કામગીરી હાથ ધરી.
રિપોર્ટ અનુસર, ગોરેગાંવના આઝાદ મેદાન પાસે નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઈ. આ ઘટનામાં મરનારા લોકોની સંખ્યા 3 સુધી પહોંચી છે. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને નજીકમાં સિદ્ધાર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પાંચ લોકોને સામાન્ય ઈજા પહોંચતા સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.
#Maharashtra: Death toll rises to 3 in the collapse of a portion of an under-construction building near Azad Maidan in Goregaon
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈમારત અચાનક ધરાશાયી થતા ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટના સ્થળ પર પહોંચેલી બચાવ ટીમે તેમને નીકાળવા માટે ખુબ મહેનત કરવી પડી. કેટલાક લોકોનું કહેવું છે કે, આ એક જુની ઈમારત હતી, જેમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર