ઘરકંકાસથી પરેશાન 3 પુત્રવધૂએ સાસુની હત્યા કરી લાશ ફંદા પર લટકાવી, જાણો સમગ્ર મામલો

સાસુની હત્યા કરવાના ગુનામાં પોલીસે ત્રણેય પુત્રવધૂની ધરપકડ કરી લીધી છે.

ત્રણેય પુત્રવધૂ સાસુની હત્યા બાદ તેને આત્મહત્યા ગણાવી વિલાપ કરવા લાગી, પોલીસે આવી રીતે ભાંડો ફોડ્યો

  • Share this:
    ચંદ્રશેખર વ્યાસ, જોધપુરઃ સાસુ અને વહુના રોજેરોજ થતાં ઝઘડાનું પરિણામ શું આવી શકે છે, તેનો અંદાજો જોધપુર જિલ્લાના મતોડા ગામમાં ચોંકાવનારી ઘટનાથી લગાવી શકાય છે. અહીં રોજેરોજના ઘરકંકાસથી પરેશાન ત્રણ પુત્રવધૂઓ પર આરોપ છે કે તેમણે સાસુની ગળું દબાવીને હત્યા (Murder) કરી અને તેને આત્મહત્યા (Suicide)માં ખપાવવા લાશને ફાંસીના ફંદી લટકાવી દીધી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ (Postmortem Report)માં ખુલાસો થયા બાદ પોલીસે ત્રણેય પુત્રવધૂની ધરપકડ કરી લીધી છે.

    પોલીસના જણાવ્યા અનુસાર, જોધપુર જિલ્લાના મતોડા પોલીસ સ્ટેશનનદી હદમાં આવેલા રામદેવ નગર હરલાયા ગામમાં એક વૃદ્ધ મહિલા કમલા દેવીની તેમની જ ત્રણ પુત્રવધૂએ મળીને હત્યા કરી દીધી. ઘરમાં રોજેરોજના ઝઘડાથી કંટાળીને ત્રણેય પુત્રવધૂએ મળીને સાસુનું ગળું દબાવી દીધું. ત્યારબાદ ઘટનાને આત્મહત્યાનો રંગ આપવા માટે લાશને ફંદાથી લટકાવી દીધી. ત્રણેય પુત્રવધૂ ઘટના બાદ તેને આત્મહત્યા કરાર કરતાં વિલાપ કરવા લાગી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આશંકા જતાં મૃતકના પિયર પક્ષે પુત્રવધૂઓ પર હત્યાનો આરોપ લગાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ લાશનું મેડિકલ બોર્ડ પાસે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું. તેમાં ગળું દબાવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું.

    આ પણ વાંચો, Sushant Singh Rajput Case: CBIને સુશાંતની હત્યાના પુરાવા ન મળ્યા, હવે આત્મહત્યાના એંગલથી કરશે તપાસ

    નોંધનીય છે કે, પોલીસની પ્રારંભિક પૂછપરછમાં ત્રણેય પુત્રવધૂઓ એક જ વાત પર અડગ રહી કે તેમની સાસુએ ફંદા પર લટકીને આત્મહત્યા કરી દીધી. પોલીસને પોસ્ટમોર્ટમ કરાવતાં મહિલાની હત્યા થઈ હોવાની વાત સામે આવી.

    આ પણ વાંચો, પશ્ચિમ બંગાળની કૉલેજમાં કાર્ટૂન શિનચાને કરી દીધું ટૉપ! પોલીસ કેસ દાખલ

    પૂછપરછ બાદ પોલીસે કમલા દેવીની ત્રણ પુત્રવધૂઓ ઓમા, પ્રેમી અને પીન્ટૂની ધરપકડ કરી લીધી. તેમાં પ્રેમી અને પીન્ટૂ બંને સગી બહેનો છે અને ઓમા આ બંનેની પિતરાઈ છે. સઘન પૂછપરછ બાદ અંતે ત્રણેયે પોલીસને જણાવ્યું કે તેમના ઘરમાં રોજ કોઈને કોઈ વાતને લઈ ઝઘડો થતો રહેતો હતો. ઘરકંકાસથી કંટાળીને તેઓએ પોતાની સાસુની હત્યા કરી દીધી. ઘટનાના દિવસે પણ તેમના ઘરમાં ઝઘડો થયો હતો અને આ દરમિયાન આવેશમાં આવીને ત્રણેયે સાથે મળી પોતાની સાસુની ગળું દબાવીને હત્યા કરી દીધી. ત્યારબાદ તેમણે સાથે મળી હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો અને લાશને ફંદાથી લટકાવી દીધી.
    Published by:Mrunal Bhojak
    First published: