સમુદ્રમાં 15 દિવસમાં 3 વાવાઝોડા સક્રિય થયા, 'બુલબુલ'એ તારાજી સર્જી

News18 Gujarati
Updated: November 10, 2019, 2:54 PM IST
સમુદ્રમાં 15 દિવસમાં 3 વાવાઝોડા સક્રિય થયા, 'બુલબુલ'એ તારાજી સર્જી
પશ્ચિમ બંગાળના દક્ષિણ પરગના ક્ષેત્રના વાવાઝોડા પ્રભાવિત સ્થાનિકોની તસવીર

છેલ્લા 15 દિવસમાં દેશના સમુદ્રમાં 'ક્યાર', 'મહા' અને 'બુલબુલ' વાવાઝોડું સક્રિય થયાં હતા.

  • Share this:
વિભુ પટેલ, અમદાવાદ : વાતાવરણમાં હળવા દબાણના કારણે વાવાઝોડાં (Cyclone) સર્જાતા હોય છે. જોકે, છેલ્લા 15 દિવસમાં ત્રણ વાવાઝોડાં સક્રિય થયા છે. જેમાં 'ક્યાર' (Kyar), 'મહા' (Maha), અને 'બુલબુલ' (Bulbul)નો સમાવેશ થાય છે, જ્યારે છેલ્લા 6 મહિનામાં પાંચ વાવાઝોડા બન્યા હતા. આ વાવાઝોડાંમાં 'વાયુ',(vayu),'હિક્કા' (Hikka),'ક્યાર' (Kyar),'મહા' અને 'બુલબુલ' (Bulbul) વાવાઝોડા બન્યાં હતા. 'વાયુ', 'હિક્કા', 'ક્યાર' ,'મહા' વાવાઝોડાં અરબી સમુદ્રમાં જ નબળ પડી ગયા અને વાવાઝોડાની અસર વરસાદ રૂપે થઈ, પરંતુ 'બુલબુલ' વાવાઝોડું અંદમાનના (Andman) દરિયામાં સક્રિય થયું હતું જેની અસર બંગાળમાં (West Bengl) જોવા મળી હતી.

આ વાવાઝોડાંઓમાં જુન મહિનામાં 'વાયુ' વાવાઝોડુ સક્રિય થયુ હતુ અને ત્યારબાદ સપ્ટેમ્બર મહિનામાં 'હિક્કા' સર્જાયુ હતું. ઑક્ટોબર મહિનામાં જ બે વાવાઝોડાં અરબી સમુદ્રમાં સક્રિય થયા હતા. 'ક્યાર' અને ત્યારબાદ 'મહા' વાવાઝોડું સક્રિય થઈ ગુજરાત તરફ આગળ વધ્યુ હતું, પરંતુ બંને વાવાઝોડાં ગુજરાતના દરિયા કિનારે પહોચે તે પહેલાં જ નબળાં પડી ગયાં જેના કારણે ગુજરાતને મોટુ નુકસાન ન થયું.જોકે, સામાન્ય રીતે બંગાળની ખાડીમાં સિસ્ટમ વધુ બનતી હોય છે પરંતુ ચાલુ વર્ષે અરબી સમુદ્રમાં સિસ્ટમ વધુ બની રહી છે.

આ પણ વાંચો :  ફરી વરસાદ માટે તૈયાર રહો, 13-14 નવેમ્બરે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

1998 બાદ ગુજરાતમાં કોઈ પણ વાવાઝોડું ટકરાયું નથી

મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં વર્ષ 1998 બાદ કોઈ વાવાઝોડુ ટકરાયુ નથી પરંતુ વરસાદ રૂપે વાવાઝોડાની અસર થાય છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યુ છે અને તૈયાર પાકને નુકસાન થયું છે. જોકે, સમુદ્રમાં સક્રિય થતાં વાવાઝોડાંના કારણે દરિયા કિનારે આવેલા રાજ્યોને અસર થયઈ રહી છે, કારણ કે કુદરતી આફતના કારણે આ રાજ્યોનું મોટા ભાગનું બજેટ ખર્ચાઈ જતું હોય છે. 'વાયુ', 'હિક્કા', 'ક્યાર', 'મહા'તો દરિયામાં સમાઈ ગયા પરંતુ 'બુલબુલ' વાવાઝોડાએ તો બંગાળના દરિયા કાંઠે આવેલા વિસ્તારોમાં નુકસાન પહોચાડ્યું છે.

 
First published: November 10, 2019
વધુ વાંચો
अगली ख़बर