Punjab Congress: સિદ્ધુના પદભાર સમારોહમાં સામેલ થવા ચંદીગઢ જઈ રહેલા 5 કાર્યકર્તાનું બસ દુર્ઘટનામાં મોત

Moga Accident: મોગાથી ચંદીગઢ જઈ રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની બસને નડ્યો ગમખ્વાર અકસ્માત, પાંચના કરૂણ મોત

Moga Accident: મોગાથી ચંદીગઢ જઈ રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની બસને નડ્યો ગમખ્વાર અકસ્માત, પાંચના કરૂણ મોત

  • Share this:
    ચંદીગઢ. પંજાબ કોંગ્રેસ (Punjab Congress)ના નવનિયુક્ત અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)ના પદભાર કાર્યક્રમમાં સામેલ થવા માટે મોગાથી ચંદીગઢ (Chandigarh) જઈ રહેલા કાર્યકર્તાઓની એક બસ દુર્ઘટનાનો શિકાર થઈ ગઈ, જેમાં પાંચ લોકોના મોત થવાના અહેવાલ છે, જ્યારે 20થી વધુ ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે, બસ રાજ્ય પરિવહન વિભાગની હતી અને એક ખાનગી મિની બસ હતી.

    મોગા (Moga)ના વરિષ્ઠ પોલીસ અધીક્ષક હરમનબીર સિંહ ગીલે જણાવ્યું કે, ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ખાનગી બસમાં સવાર જે લોકો ઘાયલ થયા છે તેઓ કોંગ્રેસ પાર્ટીના એક સમારોહમાં સામેલ થવા આવ્યા હતા, જેમાં નવજોત સિંહ સિદ્ધુ રાજ્ય કોંગ્રેસ એકમના પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળશે. રાજ્ય એકમના ચાર કાર્યકારી અધ્યક્ષ પણ શુક્રવારે ઔપચારિક રીતે પદભાર ગ્રહણ કરશે.

    આ પણ વાંચો, જમ્મુ-કાશ્મીરઃ અખનૂર સેક્ટરમાં સુરક્ષાદળોએ ડ્રોનને તોડી પાડ્યું, 5 કિલોગ્રામ IED જપ્ત

    આ દુર્ઘટના બાદ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ (Amarinder Singh)એ કહ્યું કે, મોગા જિલ્લામાં બસ દુર્ઘટના વિશે જાણીને દુઃખ થયું, જેમાં કથિત રીતે 3 કોંગ્રેસ કાર્યકર્તાના મોત થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ડીસી મોગાને તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર ઉપલબ્ધ કરાવવા અને સરકારને રિપોર્ટ મોકલવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

    આ પણ વાંચો, પહેલી ઓગસ્ટથી બદલાઈ જશે આટલા નિયમ, સામાન્ય લોકો પર થશે સીધી અસર

    અમારી સહયોગી સંસ્થા News18 પંજાબી અનુસાર બે બસોની ટક્કરમાં અત્યાર સુધી 5 લોકોનાં મોત થયા છે. કોંગ્રેસ કાર્યકર્તા પંજાબ અધ્યક્ષની પદભાર સમારોહમાં સામેલ થવા જઈ રહ્યા હતા. આ ટક્કરમાં બંને ચાલકોના મોત થયા છે અને અનેક અન્ય ઘાયલ થયા છે.
    Published by:Mrunal Bhojak
    First published: