Home /News /national-international /જમ્મુ કાશ્મીર: LOC પર સર્ચ ઓપરેશન માટે નીકળેલા સેનાના જવાનોની ગાડી લપસી, ઊંડી ખીણમાં પડતા 3 જવાનો શહીદ
જમ્મુ કાશ્મીર: LOC પર સર્ચ ઓપરેશન માટે નીકળેલા સેનાના જવાનોની ગાડી લપસી, ઊંડી ખીણમાં પડતા 3 જવાનો શહીદ
jammu and kashmir
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં મચલ સેક્ટરમાં અગ્રિમ ક્ષેત્રમાં બુધવારે એક નિયમિત પરિચાલન કાર્ય દરમિયાન થયેલી દુર્ઘટનામાં ભારતીય સેનાના ત્રણ જવાનોના મોત થઈ ગયા છે.
કુપવાડા: જમ્મુ કાશ્મીરના કુપવાડામાં મચલ સેક્ટરમાં અગ્રિમ ક્ષેત્રમાં બુધવારે એક નિયમિત પરિચાલન કાર્ય દરમિયાન થયેલી દુર્ઘટનામાં ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થઈ ગયા છે.
સેનાના જણાવ્યા અનુસાર, એક જૂનિયર કમીશંડ ઓફિસર અને બે અન્ય રેન્કના અધિકારીઓને લઈ જઈ રહેલું વાહન બરફથી ભરેલા ટ્રેકથી લપસીને ઊંડી ખીણમાં પડી ગયું હતું.
J-K: 3 army personnel killed in Kupwara after their vehicle skids off snowy track, falls into gorge
શ્રીનગર સ્થિત ચિનાર કોરે ટ્વિટ કર્યું છે કે, અગ્રિમ ક્ષેત્રમાં એક નિયમિત સર્ચ ઓપરેશન દરમિયાન એક જેસીઓ અને બે અન્ય જવાનો બરફમાં લપસીને ઊંડી ખીણમાં પડ્યા છે. ત્રણેય બહાદુરના પાર્થિવ શરીરને કબ્જામાં લેવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે, ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં એક બસ ઊંડી ખીણમાં ખાબકી હતી, જેમાં આઈટીબીપીના 7 જવાનો શહીદ થઈ ગયા હતા. જ્યારે 30 અન્ય ઘાયલ થઈ ગયા હતા. ઘાયલ જવાનોની સારવાર શ્રીનગરમાં આવેલ આર્મી હોસ્પિટલમાં એરલિફ્ટ કરીને કરવામાં આવી હતી. આઈટીબીપી કર્મી અમરનાથ યાત્રાની ડ્યૂટી પુરી કરીને પરત ફરી રહ્યા હતા.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર