લૉકડાઉનના બીજા ચરણમાં કેટલીક છૂટની શક્યતા, સરકારનો આ છે પ્લાન

દેશની ગબડી રહેલી અર્થવ્યવસ્થામાં થોડા પ્રાણ ફૂંકવા મોદી સરકાર લઈ શકે છે મહત્વના નિર્ણય

દેશની ગબડી રહેલી અર્થવ્યવસ્થામાં થોડા પ્રાણ ફૂંકવા મોદી સરકાર લઈ શકે છે મહત્વના નિર્ણય

 • Share this:
  નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. 21 દિવસના લૉકડાઉન (India 21 days lockdown) બાદ પણ સંક્રમિતો (COVID-19)ની સંખ્યા 9000ને પાર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, આ વાયરસથી અત્યાર સુધી 308 લોકોએ જીવ ગુમાવ્યા છે. એવામાં લૉકડાઉનનું 14 એપ્રિલથી આગળ વધવું નક્કી છે. જોકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ લૉકડાઉનની બીજા ફેઝમાં કેટલીક છૂટ આપવાના સંકેત પણ આપ્યા છે, જેથી ગબડી રહેલી અર્થવ્યવસ્થા (Indian Economy)માં થોડો જીવ ફૂંકી શકાય.

  પીએમ મોદીએ ‘જાન ભી, જહાન ભી’ની વાત કહીને સ્પ્ષ્ટ કરી દીધું કે તેઓ કોરોના વાયરસથી લોકોના જીવ બચાવવાની સાથે જ તેમની આજીવિકા અને અર્થવયવસ્થાને પણ બચાવવા માંગે છે. એવામાં લૉકડાઉનને હવે ચરણબદ્ધ રીતે હટાવવામાં આવશે. સરકારી સૂત્રોએ સોમવારે જણાવ્યું કે લૉકડાઉન 2.0ને પૂર્ણ લૉકડાઉનના રૂપમાં ન જોઈ શકાય, કારણ કે સરકાર કેટલાક આર્થિક કામકાજને શરૂ કરવાની છૂટ આપવાનો વિચાર કરી રહી છે.

  સૂત્રોએ News18ને જણાવ્યું કે, તે મુજબ સરકાર કંપનીઓ એન ફેક્ટરીઓમાં કામ શરૂ કરવાની મંજૂરી આપી શકે છે. તેમને ટાઉનશિપ ઝોનમાં વહેંચવામાં આવશે, જ્યાં મજૂર એવી જ રીતે રહેશે જેવી રીતે BHEL કે બીજી કંપનીઓના પરિસરમાં રહે છે.

  આ પણ વાંચો, UAEની ચેતવણી, નાગરિકોને પરત નહીં બોલાવનારા દેશો પર લગાવશે ‘કડક પ્રતિબંધ’

  આ ઉપરાંત સરકારે તમામ કેન્દ્રીય મંત્રીઓને સોમવારે ઓફિસમાં આવીને કામ કરવા માટે પણ કહ્યું છે. તમામ મંત્રીઓને પણ નિર્દેશ આપ્યા છે કે તેઓ સંબંધિત વિભાગોના સંયુક્ત સચિવો અને તેમની ઉપરના રેન્કવાળા અધિકારીઓને પણ ડ્યૂટી પર આવવા માટે કહે. સરકારે કહ્યું કે તમામ વિભાગોમાં એક તૃતીયાંશ સ્ટાફની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે.

  આ દરમિયાન, લૉકડાઉન હટાવવા માટે અનેક ચરણોમાં કામ શરૂ થઈ ગયું છે. તેના માટે દેશને ત્રણ ઝોનમાં વહેંચવાની કવાયત શરૂ કરવામાં આવી રહી છે. તેમાં ગ્રીન, ઓરેન્જ એન રેડ ઝોન બનાવવામાં આવશે. લૉકડાઉનને આજ ઝોનના હિસાબથી લાગુ કરવામાં આવશે.

  આ પણ વાંચો, COVID-19: કિચનમાં વપરાતા મસાલાને સૂંઘવાથી પણ જાણી શકાશે કે કોરોના છે કે ફ્લૂ, વૈજ્ઞાનિકોએ યાદી બનાવી
  Published by:Mrunal Bhojak
  First published: