હરિદ્વારમાં મલ્ટીનેશનલ કંપનીના 288 કર્મચારી Covid-19 પોઝિટિવ, કોરોના વિસ્ફોટની આશંકા

કંપનીની અન્ય 400 કર્મચારીઓના પણ સેમ્પલ લેવાયા, પોઝિટિવ દર્દીઓનું કોન્ટક્ટ ટ્રેસિંગ કરવા દોડતું થયું તંત્ર

કંપનીની અન્ય 400 કર્મચારીઓના પણ સેમ્પલ લેવાયા, પોઝિટિવ દર્દીઓનું કોન્ટક્ટ ટ્રેસિંગ કરવા દોડતું થયું તંત્ર

 • Share this:
  હરિદ્વારઃ ધર્મનગરી હરિદ્વાર (Haridwar)માં કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણનો વિસ્ફોટ થવાનો ખતરો ઊભો થયો છે, કારણ કે અહીંની એક મલ્ટીનેશનલ કંપનીના 288 કર્મચારી કોવિડ-19 (Covid-19) પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ કર્મચારી અલગ-અલગ વિસ્તારોમાં રહેતા હતા. મળતી માહિતી મુજબ, આ તમામ કર્મચારી અન્ય લોકોના પણ સંપર્કમાં રહેતા હતા. પ્રશાસન હવે આ કર્મચારીઓની કોન્ટેક્ટ હિસ્ટ્રી તપાસી રહી છે. આ ઉપરાંત આ કંપનીના અન્ય 400 કર્મચારીઓના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે, જેના રિપોર્ટ્સની રાહ જોવામાં આવી રહી છે.

  મીડિયા રિપોર્ટ્સ મુજબ, કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિનો જોતાં કંપનીની આસપાસના વિસ્તારોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. એક પ્રશાસનિક અધિકારીએ મીડિયાને જાણકારી આપી કે કંપનીના 288 કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. જ્યારે 400 અન્ય કર્મચારીઓના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. કંપનીના કર્મચારી સંક્રમિત થયા બાદ 168 લોકોની ટીમને આ કર્મચારીઓની કોન્ટેક્ટ હિસ્ટ્રી અને તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  આ પણ વાંચો, કોરોનાની જંગ જીતી દીદી ઘરે આવી તો નાની બહેન મન મૂકીને નાચી, VIDEO વાયરલ

  કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ

  મીડિયા રિપોર્ટ મુજબ, દેશમાં વધતા કોરોના કેસોના ખતરાને લઈ ડૉક્ટરોની સૌથી મોટી સંસ્યા ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ ચેતવણી આપી છે. IMAએ કહ્યું છે કે દેશમાં કોમ્યુનિટી સ્પ્રેડ શરૂ થઈ ચૂક્યું છે. તેની સાથ જ IMAએ કહ્યું છે કે દેશમાં સ્થિતિ ખૂબ ખરાબ છે.

  આ પણ વાંચો, 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 40 હજાર નવા કેસ નોંધાયા, કુલ મૃત્યુઆંક 27 હજારને પાર

  ઉલ્લેખનીય છે કે, દુનિયાભરમાં અમેરિકા અને બ્રાઝીલ બાદ ભારત સૌથી વધુ કેસોના મામલે ત્રીજા સ્થાને છે. જોકે પ્રતિ 10 લાખની વસ્તી પર સંક્રમિત મામલા અને મૃત્યુદરની વાત કરીઓ તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ સારી છે.
  Published by:Mrunal Bhojak
  First published: