Home /News /national-international /28 વર્ષની AAPની ધારાસભ્ય બની વધૂ, આ કારણથી કર્યા સાદાઈથી લગ્ન

28 વર્ષની AAPની ધારાસભ્ય બની વધૂ, આ કારણથી કર્યા સાદાઈથી લગ્ન

નરિંદર કૌરે આજે લગ્ન કર્યા છે.

પંજાબના સંગરુરમાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરિંદર કૌર ભરાજ આજે વિવાહના બંધનમાં બધાયા છે. 28 વર્ષની નરિંદરે પોતાનાથી એક વર્ષ મોટા પાર્ટી કાર્યકર્તા મનદીપ સિંહ લક્ખેવાલની સાથે સાદાઈથી લગ્ન કર્યા છે. પટિયાલાના ગામ રોડેવાલ સ્થિત ગુરુદ્વારા સાહિબમાં બંનેએ વિવિધ વિધી વિધાન કર્યા હતા.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: પંજાબના સંગરુરમાંથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરિંદર કૌર ભરાજે આજે વિવાહના બંધનમાં બધાયા છે. 28 વર્ષની નરિંદરે પોતાનાથી એક વર્ષ મોટા પાર્ટી કાર્યકર્તા મનદીપ સિંહ લક્ખેવાલની સાથે સાદાઈથી લગ્ન કર્યા છે. પટિયાલાના ગામ રોડેવાલ સ્થિત ગુરુદ્વારા સાહિબમાં બંનેએ વિવિધ વિધી વિધાન કર્યા હતા.

    આપે સાધારણ પરિવારમાંથી ઉમેદવાર પસંદ કરીને બનાવી છે સરકાર

    લગ્ન પછી નરિંદર કૌરે પત્રકારોને કહ્યું કે આમ આદમી પાર્ટીએ સાધારણ પરિવારમાંથી ઉમેદવારોને પસંદ કરીને સરકાર બનાવી છે. આ કારણે સાધારણ પરિવારમાંથી હોવાના કારણે અમે સાધારણ રીતે જ લગ્ન કર્યા છે. AAPના ધારાસભ્ય નરિંદરે કહ્યું કે રાજકીય જવાબદારીની સાથે-સાથે હવે પારિવારની જવાબદારી પણ વધી ગઈ છે. જોકે એ વાતની ખાસ ખુશી છે કે તેને વહેંચવા માટે એક સાથી પણ મળી ગયો છે.

    મીડિયા ઈન્ચાર્જ પણ રહી ચુક્યા છે મનદીપ સિંહ

    મીડિયા મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, નરિંદર કૌરનું ગામ ભરાજ અને મનદીપ સિંહ લખેવાલાના ગામની વચ્ચે માત્ર 2 કિલોમીટર દૂર છે. AAPના ધારસભ્યના પતિ બનેલા મનદીપ સિંહ પણ પાર્ટીના કાર્યકર્તા છે અને મીડિયા ઈન્ચાર્જ પણ રહી ચુક્યા છે. મનદીપ સિંહે વિધાનસભા ચૂંટણી દરમિયાન નરિંદર કૌર ભરાજનો ચૂંટણી પ્રચાર પણ કર્યો હતો.

    આ પણ વાંચો: આમ આદમી પાર્ટી ગુજરાતની ચૂંટણીને ‘મોદી VS કેજરીવાલ’ મોડલની લડાઇ બનાવવા માગે છે, જાણો શું છે પ્લાન

    પંજાબ વિધાનસભામાં સૌથી ઓછી ઉંમરના ધારાસભ્ય

    ઉલ્લેખનીય છે કે 28 વર્ષની નરિંદર પંજાબ વિધાનસભામાં સૌથી ઓછી ઉંમરના ધારાસભ્ય છે. તેમણે 2022ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની ટિકિટ પર સંગરુર સીટથી 38 હજારથી વધુ વોટથી પોતાની પ્રથમ ચૂંટણી જીતી હતી.

    નરિંદર કૌરે કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર વિજય ઈન્દર સિંગલાને ચૂંટણીમાં હરાવ્યા હતા, જે અગાઉની કોંગ્રેસ સરકારમાં કેબિનેટ મંત્રી પણ હતા. આ ચૂંટણીમાં યુવા નરિંદરની વિરુદ્ધ શિરોમણી અકાલ દળના વિનરજીત સિંહ ગોલ્ડી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અરવિંદ ખન્ના પણ ઉતર્યા હતા.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: AAP Gujarat, AAP news, AAP Party

    विज्ञापन
    विज्ञापन