ઉત્તર ભારતમાં વરસાદનો કહેર : હિમાચલ, પંજાબ અને ઉત્તરાખંડમાં 28નાં મોત, દિલ્હીમાં પૂરનો ખતરો

News18 Gujarati
Updated: August 19, 2019, 8:35 AM IST
ઉત્તર ભારતમાં વરસાદનો કહેર : હિમાચલ, પંજાબ અને ઉત્તરાખંડમાં 28નાં મોત, દિલ્હીમાં પૂરનો ખતરો
ઉત્તર ભારતમાં વરસાદનો કહેર

યમુના નદીનું સ્તર વધતા દિલ્હી સરકારે પૂરની ચેતવણી આપી છે, નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવાની સૂચના આપવામાં આવી છે.

  • Share this:
ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ઝપેટમાં આવી ગયા છે. રવિવારે ભારે વરસાદને પગલે હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડ રાજ્યમાં 28 લોકોનાં મોત થયા છે, જ્યારે 22 લોકો લાપતા થયાના સમાચાર છે. યમુના તેમજ તેમા ભળતી નદીઓમાં સ્તર વધતા દિલ્હી, હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

હિમાચાલ પ્રદેશમાં વરસાદને કારણે બે નેપાળી નાગરિક સહિત ઓછામાં ઓછા 22 લોકો માર્યા ગયાના સમાચાર છે, જ્યારે નવ લોકો ઘાયલ થયા છે. ઉત્તરાખંડમાં વાદળ ફાટતા ત્રણ લોકોનાં મોત થયા છે જ્યારે 22 લોકો લાપતા થયા છે. પંજાબમાં પણ ત્રણ લોકોનાં મોત થયા છે.

દક્ષિણ ભારતમાં 121 લોકોનાં મોત

દક્ષિણ ભારતના કેરળમાં પૂરને કારણે મૃતકોની સંખ્યા 121 થઈ છે. મલપ્પુરમના કવાલપ્પરા અને વાયનાડના પુથુમલામાં મૃતદેહો શોધવા માટે ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર (જીપીઆર)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ભયંકર ભૂસ્ખલનને કારણે બે ગામનું નામ-નિશાન નથી રહ્યું.દિલ્હીમાં પૂરનો ખતરોદિલ્હીમાં પણ રવિવારે વરસાદ થયો હતો. દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધતા પૂરની ચેતવણી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસી જવાની સૂચના આપવામાં આવી છે. યમુનાનું જળસ્તર ખતરાના નિશાનને પાર કરે તેવી શક્યતા છે.

કેન્દ્રીય જળ આયોગે જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાં ગંગા, યમુના અને ઘાઘરા નદી બે કાંઠે છે. બદાયૂં, ગઢમુક્તેશ્વર, નરૌરા અને ફર્રુખાબાદમાં ગંગા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. આ જ રીતે પાલિયાકલાંમાં શારદા નદી અને અલ્ગિનબ્રિજમાં ઘાઘરા નદી ખતરાના નિશાન ઉપર વહી રહી છે.હિમાચાલમાં બે નેપાળી નાગરિકનાં મોત

હિમાચલ પ્રદેશમાં રવિવારે વરસાદની ઘટનાઓમાં બે નેપાળી નાગરિકો સહિત 22 લોકોનાં મોત થયા છે, જ્યારે 12 અન્ય લોકો ઘાયલ થયા છે. અધિકારીનીના જણાવ્યા પ્રમાણે કુલ રૂ. 490 કરોડની સંપત્તિનું નુકસાન થયું છે.
First published: August 19, 2019, 8:02 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading