ઉત્તર પ્રદેશમાં કડકડતી ઠંડીથી 28 લોકોનાં મોત, CM યોગીએ બેઘર લોકોને ધાબળા વહેંચ્યા

News18 Gujarati
Updated: December 28, 2019, 10:33 AM IST
ઉત્તર પ્રદેશમાં કડકડતી ઠંડીથી 28 લોકોનાં મોત, CM યોગીએ બેઘર લોકોને ધાબળા વહેંચ્યા
સમગ્ર ઉત્તર ભારત ઠંડીની ઝપેટમાં આવ્યું.

પ્રાપ્ત વિગત પ્રમાણે શીતલહેરને કારણે કાનપુરમાં 10, વારાણસીમાં ચાર, ફતેપુર અને ઔરેયા અને કાનપુર દેહાતમાં બે-બે લોકોનાં મોત થયા છે.

  • Share this:
લખનઉ : આખું ઉત્તર ભારત શીતલહેરની ઝપેટમાં આવી ગયું છે. હાડ થીજાવી દેતી ઠંડીની ઝપેટમાં આખું ઉત્તર પ્રદેશ આવી ગયું છે. અહીં ઠંડીને કારણે 28 લોકોનાં મોત થયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે એકલા બુંદેલખંડ અને મધ્ય ઉત્તર પ્રદેશમાં ઠંડીને કારણે 17 લોકોનાં મોત થયા છે. કાનપુરમાં 10, વારાણસીમાં ચાર, ફતેપુર અને ઔરેયા અને કાનપુર દેહાતમાં બે-બે લોકોનાં મોત થયા છે. જ્યારે બાંદામાં એક વૃદ્ધ મહિલાએ દમ તોડી દીધો હતો. પ્રતાપગઢમાં એક યુવકનું ઠંડી લાગી જતાં મોત થયું હતું. પ્રયાગરાજના ફૂલપુરમાં ઠંડીથી એક મહિલા અને ખેતરમાં પાકની દેખરેખ રાખતા બે ખેડૂતોનાં મોત થયા છે.

29મી ડિસેમ્બર હશે સૌથી ઠંડો દિવસ

હવામાન વિભાગના અંદાજ પ્રમાણે 29મી ડિસેમ્બરનો દિવસ સૌથી ઠંડો રહી શકે છે. હવામાન વિભાગે રવિવારે સૌથી ઠંડો દિવસ રહેવાનું અનુમાન લગાવ્યું છે. જ્યારે અલીગઢમાં શુક્રવારે લઘુત્તમ તાપમાન 3.6 અને મહત્તમ તાપમાન 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આ દરમિયાન વારાણસીના પ્રવાસે આવેલા સીએમ યોગી આદિત્યનાથે ઠંડી દરમિયાન રેન બસેરાઓની મુલાકાત લીધી હતી. તેમણે જરૂરીયાતવાળા લોકોને ધાબળાનું વિતરણ કર્યું હતું.

આ પણ વાંચો :  દિલ્હીમાં ઠંડીએ 118 વર્ષનો રેકોર્ડ તોડ્યો, તાપમાન 1.7 ડિગ્રી થયું, નવા વર્ષે વરસાદનું અનુમાન

સ્કૂલ-કોલેજો બંધ

 

સખત ઠંડીને કારણે ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં સ્કૂલ તેમજ કોલેજો આગામી થોડા દિવસ સુધી બંધ કરી કરી દેવામાં આવી છે. ગોરખપુર, વારાણસી અને ઇટાવા સહિત અનેક જિલ્લા શીતલહેરને કારણે બેહાલ છે. લોકો ઘરમાંથી બહાર નથી નીકળી શકતા. આ જિલ્લાઓમાં પારો છ ડિગ્રીથી નીચે આવી ગયો છે. ગોરખપુરમાં આઠમાં ધોરણ સુધીની સ્કૂલો 29મી ડિસેમ્બર સુધી બંધ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : રેકોર્ડબ્રેક ઠંડી : નલિયા 3.6, ડિસા 6.8, માઉન્ટ આબુના ગુરૂ શિખર પર -3 ડિગ્રી તાપમાન

ગાઝિયાબાદમાં વધી રહેલી ઠંડીને જોતા જિલ્લાઅધિકારી અજય શંકર પાંડેએ આગામી બે દિવસ સુધી તમામ સરકારી અને ખાનગી શાળાઓ ધોરણ 12 સુધીની સ્કૂલો બંધ રાખવાનો આદેશ કર્યો છે. અલીગઢમાં ઠંડીને જોતા જિલ્લા તંત્રએ સ્કૂલો બંધ કરવાનો આદેશ કર્યો છે. અલીગઢમાં સોમવારથી સ્કૂલો ફરીથી શરૂ થશે.
First published: December 28, 2019, 10:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading