4 દિવસ ભૂખ્યા-તરસ્યા રહીને 300 કિલોમીટર ચાલીને બિહારથી આઝમગઢ પહોંચ્યા 28 મજૂર, પોલીસે કરી સેવા

4 દિવસ ભૂખ્યા-તરસ્યા રહીને 300 કિલોમીટર ચાલીને બિહારથી આઝમગઢ પહોંચ્યા 28 મજૂર, પોલીસે કરી સેવા

દેશમાં લોકડાઉન (Lockdown)ની જાહેરાત પછી મજૂરોની ઘર વાપસી યથાવત્ છે

 • Share this:
  આઝમગઢ : દેશમાં લોકડાઉન (Lockdown)ની જાહેરાત પછી મજૂરોની ઘર વાપસી યથાવત્ છે. આમાંથી ઉત્તર પ્રદેશના 28 મજૂર પણ છે. જે બિહારના (Bihar)ના સમસ્તીપુરમાં (Samastipur)જીવન નિર્વાહ કરી રહ્યા હતા. લોકડાઉન પછી રોકાઈ રહ્યા હતા પણ પૈસા પૂરા થતા ચાલીને ઘર તરફ નિકળી પડ્યા હતા. શનિવારે 28 મજૂર લગભગ 300 કિલોમીટર ચાલીને આઝમગઢ પહોંચ્યા હતા. પોલીસે તેમને રોકીને ખાવા-પીવાની વ્યવસ્થા કરી હતી અને તેમને ઘર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી.

  પોલીસના કામ જોઈને મજૂરોની આંખો ભરાઇ ગઈ હતી. તેમણે પોતાનું દુખ વ્યક્ત કરતા કહ્યું હતું કે છેલ્લા 4 દિવસોથી ખાધા-પીધા વગર ચાલી રહ્યા છે. હવે એક પગલું પણ તેમનાથી ચાલી શકાય તેમ નથી. મદદ માટે મજૂરોએ પોલીસનો આભાર માન્યો હતો.

  આ પણ વાંચો - કોરોના વાયરસ : NEET UG 2020ની પરીક્ષા ટળી, મે ના અંતિમ સપ્તાહમાં થવાની આશા

  આ બધા મજૂરો ઉત્તરપ્રદેશના અલગ-અલગ જિલ્લાના રહેવાસી છે. આ મજૂરો છેલ્લા 4 દિવસથી ખાધા-પીધા વગર રાત-દિવસ ચાલીને શનિવારે બપોરે આઝમગઢ શહેર તરફ આગળ વધી રહ્યા હતા. તે સમયે પોલીસે તેમને અટકાવ્યા હતા અને સ્થિતિ જાણી હતી. આ પછી એસપીના નિર્દેશ પર પોલીસ જવાનોએ શાકમાર્કેટમાં ખાવા-પીવાની વ્યવસ્થા કરી હતી. મજૂરોએ બતાવ્યું હતું કે સમસ્તીપુરમાં કેટલાક ફેરી લગાવવાનું કામ કરી રહ્યા હતા અને કેટલાક મજૂરી કરી રહ્યા હતા.

  લોકડાઉન પછી જે રુપિયા બચ્યા હતા તેનાથી પોતાનો ખર્ચ ચલાવ્યો હતો. જોકે પરિસ્થિતિ વધારે ચાલી તેથી ઘરે ચાલતા જ નિકળી ગયા. પોલીસે પહેલા તેમને ફળ આપ્યા હતા પછી એક વ્યક્તિના ઘરેથી ખાવાનું મંગાવ્યું હતું.
  Published by:Ashish Goyal
  First published: