Home /News /national-international /

હાથી સાથે પંગો લેવાનો અંજામ બની શકે છે ખતરનાક, બાઈક પર જતા વ્યક્તિને આ રીતે આપ્યું મોત

હાથી સાથે પંગો લેવાનો અંજામ બની શકે છે ખતરનાક, બાઈક પર જતા વ્યક્તિને આ રીતે આપ્યું મોત

હાથીના હુમલામાં એક વ્યક્તિનું મોત

રેન્જ અધિકારી ધીરસિંહે જણાવ્યું, હાથીઓ તે રસ્તા પર હોવાની આશંકા હતી, તેમણે તે વ્યક્તિને ત્યાંથી ન જવાની સલાહ પણ આપી હતી, પરંતુ તે વ્યક્તિએ પરવાહ કર્યા વિના તે રસ્તેથી પસાર થવાનું નક્કી કર્યું.

  Man Elephant Conflict : સામાન્ય રીતે જોવા મળે છે કે હાથી ખૂબ શાંત પ્રાણી છે. હાથીના મનોહર વીડિયો જોઇને એમ કહેવામાં આવે છે કે તે ખૂબ જ ખુશમિજાજી હોય છે. ક્યારેક હાથીના નાના બાળકો કાદવમાં રમતા અને વરસાદની મજા માણતાનો વીડિયો વાયરલ થઈ જાય છે, તો ક્યારેક તેના 'ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ'નો વીડિયો લોકોના દિલ જીતી લે છે પરંતુ હાથીઓને ગુસ્સો ન આવે તે જરૂરી નથી. કદાચ તમને ખબર હશે કે, ક્રોધિત હાથીઓ સિંહો અથવા ચિત્તાને પણ ઉપાડીને ફેંકી દે છે. આવા જ એક જંગલી હાથીએ એક યુવાનની નિર્દયતાથી હત્યા કરી દીધી.

  ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં રાજાજી ટાઇગર રિઝર્વની ગોહરી રેન્જથી 1 કિલોમીટર દૂર, એક ક્રોધિત જંગલી હાથીએ મનીષ ડોબ્રીયલ નામના 28 વર્ષીય વ્યક્તિને રટકી-પટકી મારી નાખ્યો. તમને જણાવી દઇએ કે, આ ઘટના ત્યારે બની જ્યારે મનીષ તેના એક મિત્ર શુભમ ડોવાલ સાથે બાઇક પર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. લક્ષ્મણ ઝુલાના પ્રભારી ઇન્સ્પેક્ટર પ્રમોદ યુનિઆલ પાસેથી મળેલી જાણકારી અનુસાર, મનીષ રવિવારે મોડી રાત્રે ગોહરી રેન્જ પરથી પસાર થતો હતો ત્યારે ઋષિકેશ-નીલકંઠ રોડ પર રસ્તામાં ઉભા રહેલા એક હાથીએ તેની ઘાતકી હત્યા કરી હતી, આ સમયે તેનો સાથી શુભમ જીવ બચાવી ભાગી છૂટવામાં સફળ રહ્યો, ત્યારબાદ તેણે પોલીસને આની જાણ કરી.

  આ પણ વાંચોVideo કિન્નૌર: ભૂસ્ખલનથી પહાડ પરથી મોટા-મોટા પથ્થરો પ્રવાસીઓની ગાડી પર પડ્યા, 9 ના મોત, 3 ઘાયલ

  ખૂની હાથી ત્યાં જ ફરતો રહ્યો

  પ્રમોદ યુનિઆલે આ ઘટના વિશે જણાવ્યું હતું કે, મનીષની હત્યા કર્યા પછી પણ તે જંગલી હાથી તેની આસપાસ ફરતો જ રહ્યો હતો. જેના કારણે પોલીસ આખી રાત મનીષના મૃતદેહની નજીક જઈ શકી ન હતી. તેમણે જણાવ્યું કે, સવારે હાથી નીકળ્યા બાદ ત્યાંથી યુવકનો મૃતદેહ લઈ ગયા હતા. મળતી માહિતી મુજબ, મૃતક પૌડી જિલ્લાના કુલ્હાર ગામનો વતની હતો, જે ઋષિકેશના નીલકંઠ રોડ પર સ્થિત ગરૂડ ચટ્ટીમાં એક રિસોર્ટમાં નોકરી કરતો હતો અને ગીતા નગરમાં રહેતો હતો. જોકે, હાથીએ આવું કેમ કર્યું તે સ્પષ્ટ નથી.

  આ પણ વાંચોDon રવિ પુજારીની In side Story: પુત્રીને સાયકોલોજીસ્ટ બનાવી, 11 ભાષા જાણતો, ડોનગીરી કરવા ફ્રેન્ચાઈઝી પણ આપતો

  વન વિભાગના અધિકારીઓએ વ્યક્તિને ત્યાં જવાની મનાઈ ફરમાવી હતી

  વન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, વ્યક્તિએ દારૂ પીધો હોઈ શકે છે. રેન્જ અધિકારી ધીરસિંહે જણાવ્યું હતું કે, હાથીઓ તે રસ્તા પર હોવાની આશંકા હતી, તેમણે તે વ્યક્તિને ત્યાંથી ન જવાની સલાહ પણ આપી હતી, પરંતુ તે વ્યક્તિએ પરવાહ કર્યા વિના તે રસ્તેથી પસાર થવાનું નક્કી કર્યું. મેન-હાથી વિરોધાભાસનો આ પાંચમો કેસ કહેવામાં આવી રહ્યો છે. આ Man-Elephant Conflictનો પાંચમો મામલો બતાવવામાં આવી રહ્યો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Elephant Family

  આગામી સમાચાર