નવી દિલ્હી : દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન (Mundka metro station) પાસે શુક્રવારે સાંજે ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડીંગમાં ભીષણ આગ (Fire in a three-story building) ફાટી નીકળ્યા બાદ ઇમારતમાંથી કુલ 27 મૃતદેહો મળી આવ્યા છે. દિલ્હી ફાયર (Delhi Fire)ચીફ સુનીલ ચૌધરીએ આ જાણકારી આપી હતી. પોલીસે કંપનીના માલિક હરીશ ગોયલ અને વરુણ ગોયલની અટકાયત કરી છે.
મુંડકા વિસ્તારમાં આગને કારણે સત્તાવાર રીતે 27 લોકોના મોત થયા છે. આ જાણકારી દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આપી છે. જૈને કહ્યું કે ઘણી દુખદ ઘટના થઇ છે. આખી બિલ્ડિંગ સળગી ગઇ છે. 27 લોકોના મોત થયા છે. સેકેન્ડ ફ્લોરથી બધી ડેડ બોડી મળી છે. 8 લોકો ઇજાગ્રસ્ત છે. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. પરંતુ સામાન્ય લોકોના મતે હજુ પણ ઘણા લોકો લાપતા છે. સ્થાનિક પોલીસ દળ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.
પીએમ મોદીએ દિલ્હીમાં આગમાં જીવ ગુમાવનાર પરિવારજનોને પીએમએનઆરએફ તરફથી બે-બે લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
Extremely saddened by the loss of lives due to a tragic fire in Delhi. My thoughts are with the bereaved families. I wish the injured a speedy recovery.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે એનડીઆરએફને પણ રાહત અને બચાવ કાર્ય ઓપરેશનમાં લગાવવામાં આવ્યા છે. ગૃહમંત્રીએ ઘટના પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે દિલ્હીના મુંડકામાં આગ લાગવાની ઘટના ઘણી દુખદ છે. હું સંબંધિત અધિકારીઓ સાથે સંપર્કમાં છું. પ્રશાસન રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે.
આગ પહેલા માળેથી શરૂ થઈ હતી, સીસીટીવી કેમેરા ઉત્પાદકની ઓફિસ છે
આઉટર દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સમીર શર્માએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં કંપનીઓની ઓફિસ છે. ડીસીપીના જણાવ્યા અનુસાર આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી, જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ આવેલી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર