Home /News /national-international /26/11 અટેકનો કાવતરાખોર તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લવાશે

26/11 અટેકનો કાવતરાખોર તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લવાશે

પતંજલિ હવે આર્યુવેદિક વસ્તુઓના વેચાણ પછી પર પરિધાન સ્ટોર્સમાં રોકાણ કરી રહી છે. હાલ પતંજલિના પરિધાન સ્ટોર્સ કેટલાક જ શહેરોમાં ખુલ્યા છે. પણ તેમની લાંબા ગાળાની યોજાના મુજબ તે ભારતભરમાં આવા સ્ટોર્સ ખોલવાનું વિચારી રહ્યા છે. હરિદ્વારમાં બાબા રામદેવ પતંજલિ પરિધાન સ્ટોરનું ઉદ્ધાટન કરી ચૂક્યા છે. સાથે જ તેમણે ટ્વિટ કરીને જણાવ્યું છે કે જો તમે પણ પતંજલિ પરિધાનના સ્ટોર્સ તમારા શહેરમાં ખોલવા માંગો છો તો પણ તમે પણ તે કરી શકો છો. વળી તેમણે આવનારા સમયમાં 50 શહેરોમાં પતંજલિ પરિધાનના 500 સ્ટોર ખોલવાની વાત કરી છે. તો જો તમે પણ આવો સ્ટોર ખોલી વેપાર કરવા માંગો છો તો આ લેખ ખાસ વાંચો.

મુંબઈમાં 26 નવેમ્બર 2018ના રોજ થયેલા આતંકી હુમલામાં અમેરિકન નાગરિકો સહિત લગભગ 170 લોકો માર્યા ગયા હતા

ન્યૂઝ18 ગુજરાતી: મુંબઈમાં 26/11ના આતંકી હુમલાના કાવતરામાં સામેલ તહવ્વુર હુસૈન રાણાને ટૂંક સમયમાં અમેરિકાથી ભારત લાવવામાં આવી શકે છે. રાણા આ મામલામાં અમેરિકન જેલમાં 14 વર્ષની સજા કાપી રહ્યો છે.

આ મામલા સાથે જોડાયેલા આધારભૂત સૂત્રોએ આ જાણકારી આપતા જણાવ્યું કે, પાકિસ્તાની-કેનેયિન નાગરિક રાણાની સજાની મર્યાદા ડિસેમ્બર 2011માં ખતમ થઈ રહી છે. એવામાં ભારત સરકાર ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનથી મળી રહેલા પૂર્ણ સહયોગની સાથે રાણાના પ્રત્યર્પણ માટે જરૂરી દસ્તાવેજી કાર્યવાહી પૂરી કરવામાં લાગી છે.

સૂત્રોએ પીટીઆઈને કહ્યું કે, રાણાની જેલની સજા પૂરી થયા બાદ તેને ભારત પ્રત્યર્પિત કરવાની મજબૂત શક્યતા છે. અમે (અમેરિકન અને ભારતીય અધિકારી) તેની પર કામ કરી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં 26/11ના આ આતંકી હુમલામાં અમેરિકન નાગરિકો સહિત લગભગ 170 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાન સ્થિત લશ્કર એ તૈયબાના 10 આતંકીઓએ મુંબઈમાં આ કત્લેઆમ મચાવ્યો હતો. તેમાંથી 9 આતંકીતો પોલીસ અને સુરક્ષાદળોએ ઠાર માર્યા હતા. બીજી તરફ, અજમલ કસાબ નામના આતંકીને ધરપકડ કરવામાં આવી હતી, કાયદાકિય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને ફાંસી આપવામાં આવી હતી.

આ પણ વાંચો, 26/11 મુંબઇ હુમલો: 10 વર્ષ પછી અમેરિકાનું એલાન, દોષિતોને પકડાવનારને રૂ.35 કરોડનું ઇનામ

તહવ્વુર રાણાની આ આતંકી હુમલાનું કાવતરું રચવાના આરોપમાં વર્ષ 2009માં ધરપકડ કરવામાં આવી હતી અને વર્ષ 2013માં તેને 14 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી હતી, જે ડિસેમ્બર 2021માં પૂરી થઈ જશે.

ભારતના વિદેશ મંત્રાલય, ગૃહ મંત્રાલય તથા કાયદા મંત્રાલય અને અમેરિકન વિદેશ મંત્રાલય તથા ન્યાય મંત્રાલય તમામની પોતાની પ્રત્યર્પિત પ્રક્રિયા છે. તેમણે કહ્યું કે, જ્યારે પ્રત્યર્પણની વાત આવે છે તો તેઓ પોતાની પ્રક્રિયાને ન ધીમી કરવા માંગે છે અને ન તો ઝડપી કરવા માંગે છે. ભારતીય એમ્બેસી અને રાણાના વકીલે જોકે તેની પર કોઈ ટિપ્પણી નથી કરી.
First published:

Tags: 26/11 mumbai attack, US