Home /News /national-international /

કોંગ્રેસનાં રાજમાં આંતકી હુમલો થયો અમે સરહદ પાર સર્જીકલ સ્ટ્રાઇક કરી: મોદી

કોંગ્રેસનાં રાજમાં આંતકી હુમલો થયો અમે સરહદ પાર સર્જીકલ સ્ટ્રાઇક કરી: મોદી

ફાઇલ ફોટો

કોંગ્રેસ નક્સલવાદીઓને ક્રાંતિકારી કહે છે અને અમે આંતકવાદીઓ અને નક્સલવાદીઓને તેમની ભાષામાં જ જવાબ આપીએ છીએ: મોદી

    2008ના વર્ષમાં મુંબઇમાં થયેલા આંતકવાદી હુમલાને આજે 10 વર્ષ પુરા થયા. દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં એક ચૂંટણી સભાને સંબોધતા મુંબઇ હુમલા મામલે કોંગ્રેસ પર નિશાન તાંકતા કહ્યું કે, દસ વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં કોંગ્રેસનું સાશન હતુ અને કેન્દ્રમાં પણ કોંગ્રેસ (યુપીએ)ની સરકાર હતી અને મુંબઇ પર આંતકવાદી હુમલો થયો હતો. 26/11નાં રોજ મુંબઇમાં થયેલા હુમલાને કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો હતો. સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા હતા. મને બરોબર યાદ છે કે, એ આંતકવાદી હુમલાનો ઉપયોગ કોંગ્રેસે રાજસ્થાનમાં ચૂંટણી જીતવા માટે કર્યો હતો.

    નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું કે, જે કોંગ્રેસનાં રાજમાં મુંબઇ પર આંતકવાદી હુમલો થયો તે આર્મીએ કરેલી સર્જીકલ સ્ટ્રાઇલ પર સવાલો કરે છે. શું આપણા કમાન્ડો કેમેરા લઇને સર્જીકલ સ્ટ્રાઇક કરે કે જેથી પુરાવા આપી શકાય ? મુંબઇ હુમલાને ભારત ક્યારેય નહીં ભૂલે. ભારત મુંબઇ હુમલાનાં ગુનેગારોને નહીં ભૂલે. હું દેશવાસીઓને એ ભરોસો આપુ છું કે, કાયદો તેનું કામ પુરુ કરશે”.

    કોંગ્રેસ પર પ્રહારો કરતાં મોદીએ કહ્યું કે, કોંગ્રેસ નક્સલવાદીઓને ક્રાંતિકારી કહે છે અને અમે આંતકવાદીઓ અને નક્સલવાદીઓને તેમની ભાષામાં જ જવાબ આપીએ છીએ”.

    આજે(સોમવારે) મુંબઇ હુમલાની દશમી વરસી છે. દશ વર્ષ પહેલા 10 પાકિસ્તાની આતંકવાદીઓ મુંબઇમાં ઘુસીને 166 લોકોને માર્યા હતા. આતંકવાદીઓ સાથેનાં ઘર્ષણ દરમિયાન નવ આંતકવાદીઓનાં મોત નિપજ્યા હતાં. એક આતંકવાદી અજમલ કસાબને જીવતો પકડ્યો હતો અને તેને મોતની સજા મળતા તેને ફાંસી આપવામાં આવી હતી.
    Published by:Vijaysinh Parmar
    First published:

    Tags: 26/11 mumbai attack, Surgical strike, આર્મી, કોંગ્રેસ, પીએમ મોદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन