સૌથી મોટો આતંકી હુમલો, કોણે અને કેવી રીતે આપ્યો અંજામ

News18 Gujarati
Updated: February 15, 2019, 8:49 AM IST
સૌથી મોટો આતંકી હુમલો, કોણે અને કેવી રીતે આપ્યો અંજામ

  • Share this:
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળો પર IED અને ફાયરિંગ કરી હુમલો કરવામાં આવ્યો છે, પુલવામામાં અવંતીપોરાના ગોરીપોરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલાને આતંકીઓએ નિશાન બનાવ્યો. જાણકારી પ્રમાણે આ હુમલામાં ભારત માતાના 37 પુત્રો શહીદ થયા છે. જ્યારે 40થી વધુ જવાન ઘાયલ થયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ હુમલાની જવાબદારી પાકિસ્તાનની રહેમ નજર નીચે ચાલતા જૈશ એ મહોમ્મદ સંગઠને સ્વીકારી છે, જૈશ એ મહોમ્મદે જમ્મુ કાશ્મીરની ન્યૂઝ એજન્સીને ટેક્સ મેસેજ કરી હુમલાની જવાબદારી સ્વીકારી હતી, તો આ હુમલાને અંજામ આપનારા આતંકીની ઓળખ સામે આવી છે, કહેવામાં આવી છે, આદિલ નામના આતંકીએ હુમલાને અંજામ આપ્યો હતો.

કેવી રીતે આપ્યો હુમલાને અંજામ

કહેવામાં આવી રહ્યું છે કે  હાઈવે CRPFના 2500 જવાનોનો કાફલો પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન વિસ્ફોટકો ભરેલી બે ગાડીઓ અથડાવી હતી. જેવો સીઆરપીએફનો કાફલો ત્યાંથી પસાર થયો ત્યારે રિમોર્ટથી તે ગાડીમાં આઈઈડી બ્લાસ્ટ કરી દેવામાં આવ્યો હતો. આ સમયે અહીંથી સેનાના 70 વાહનો પસાર થઈ રહ્યા હતા. તેમાંથી એક ગાડી આ બ્લાસ્ટની ઝપટમાં આવી ગઈ અને તેમાં ઘણાં જવાનો ઘાયલ થયા છે.

ઈન્ટેલિજન્સ દ્વારા સાત દિવસ પહેલાં જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે, કાશ્મીરમાં સેના પર ડિપ્લોયમેન્ટ અથવા તેમના આવવા જવાના રસ્તા પર આતંકીઓ IEDથી હુમલો કરી શકે છે. આ એલર્ટ સંસદ ભવન પર હુમલાના દોષિત અફઝલ ગુરુ અને જેકેએલએફના સંસ્થાપક મોહમ્મદ કાબુલ ભટ્ટની ફાંસીની વરસી પહેલાં જાહેર કરવામાં આવ્યું હતું. 8 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવેલા આ એલર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, આતંકીઓએ હુમલાનું પ્લાનિંગ કર્યું છે. ઈન્ટેલિજન્સ એજન્સીઓએ એક મોટું એલર્ટ જાહેર કરતાં કહ્યું હતું કે, આતંકીઓ જમ્મુ-કાશ્મીરમાં સેનાના ડિપ્લોટમેન્ટ અથવા તેમના આવવા જવાના રસ્તા પર આઈઈડીથી હુમલો કરી શકે છે.

એલર્ટમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, દરેક સીઆરપીએફના કેમ્પ અને પોલીસના કેમ્પ પર મોટો આતંકી હુમલો થઈ શકે છે. તેથી દરેક સેનાબળે સાવધાન રહેવું. તે સાથે જ એરિયાને સેન્સિટાઈઝ કર્યા વગર તે વિસ્તારમાં ડ્યૂટી પર ન જવું.
First published: February 14, 2019, 5:52 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading