ગઢચિરોલી : મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra police) શનિવારે ગઢચિરોલીમાં (Gadchiroli) 26 નક્સલીઓને (26 Maoists killed in encounter)ઠાર કર્યા છે. મહારાષ્ટ્ર (Maharashtra)પોલીસના C-60 દળે આ મોટા ઓપરેશનને અંજામ આપ્યો છે. ગઢચિરોલી જિલ્લામાં સવારે 7 વાગ્યાથી જ ઓપરેશન ચાલું થયું હતું. આ ઓપરેશનમાં 4 પોલીસકર્મી પર ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હેલિકોપ્ટરથી નાગપુર મોકલવામાં આવ્યા છે. ગઢચિરોલીના એસપી અંકિત ગોયલે આ જાણકારી આપી છે.
સૂત્રોના મતે આ એન્કાઉન્ટરમાં કુખ્યાત અને ખુંખાર નક્સલી મિલિંદ તેલતુંબડે પણ (Milind Teltumbde) માર્યો ગયો છે. તે ભીમા કોરેગાંવ હિંસા કેસમાં આરોપી હતો. તે એલ્ગાર પરિષદ-કોરેગાંવ ભીમા જાતિ દંગાના કેસમાં પૂણે પોલીસ દ્વારા વોન્ટેડ હતો. તેલતુંબડે ભાકપા (માઓવાદી)ની કેન્દ્રીય સમિતિનો સદસ્ય હતો.
આ અથડામણમાં પોલીસે નક્સલીઓના ઘણા કેમ્પ ધ્વસ્ત કરી દીધા છે. ગઢચિરોલી જિલ્લાના કોરચી તાલુકાના ગ્યારહબત્તી, કોટગુલ વિસ્તારના જંગલમાં નક્લસીઓ દ્વારા શિવિર લગાવવાની જાણકારી પોલીસને મળી હતી. આ પછી પોલીસની સી-60 નામની ટીમે નક્સલીઓ સામે અભિયાન ઝડપી કરવાનો નિર્ણય કર્યો હતો. આ પછી ટીમ અભિયાન માટે નીકળી પડી હતી. પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તો નક્સલીઓને જાણ થઇ હતી અને તેમણે પોલીસ પર ગોળીબારી શરુ કરી હતી. જે પછી પોલીસે વળતો પ્રહાર કરતા ગોળીબાર કર્યો હતો. ઘણા કલાકો ચાલેલી અથડામણ પછી 26 નક્સલી માર્યા ગયા છે.
થોડાક દિવસો પહેલા અહીં પોલીસે 2 લાખના ઇનામી નક્સલી મંગારુ માંડવીની ધરપકડ કરી હતી. નક્સલી મંગારુ પર હત્યા અને પોલીસ પર હુમલો કરવાના ઘણા કેસ નોંધાયેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે મરનારમાં ઘણા મોટા ઇનામી નક્સલી છે. બીજી તરફ છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં પણ છેલ્લા એક સપ્તાહમાં બે અલગ-અલગ અથડામણમાં 4 નક્સલીઓને ઠાર કર્યા છે. જેમાં 3 મહિલા માઓવાદી છે. આ ચારેય નક્સલીઓ પર છત્તીસગઢ સરકારે 5-5 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરેલી હતી. મારી ગયેલી મહિલા નક્સલી હાર્ડકોર માઓવાદી હતી. આ મહિલાએ ઘણી મોટી ઘટનાઓને અંજામ આપ્યો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર