અજિત ડોભાલની PM મોદીને અપીલ, 26 જાન્યુઆરીએ સુરક્ષા કવચ ન તોડે

Parthesh Nair | IBN7
Updated: January 25, 2016, 11:58 AM IST
અજિત ડોભાલની PM મોદીને અપીલ, 26 જાન્યુઆરીએ સુરક્ષા કવચ ન તોડે
નવી દિલ્હી# ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરીને ધ્યાનમાં રાખતા દિલ્હી-એનસીઆરમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. આતંકવાદીઓ ગણતંત્રના અવસર પર PM મોદી પર હુમલો કરવાની ફિરાકમાં છે અને આ કાર્યને અંજામ આપવા માટે 12થી 15 વર્ષના બાળકોને માનવ બોમ્બના રૂપમાં ઉપયોગ કરી શકાય છે.

  • IBN7
  • Last Updated: January 25, 2016, 11:58 AM IST
  • Share this:
નવી દિલ્હી# ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરીને ધ્યાનમાં રાખતા દિલ્હી-એનસીઆરમાં હાઇ એલર્ટ જાહેર કરાયું છે. આતંકવાદીઓ ગણતંત્રના અવસર પર PM મોદી પર હુમલો કરવાની ફિરાકમાં છે અને આ કાર્યને અંજામ આપવા માટે 12થી 15 વર્ષના બાળકોને માનવ બોમ્બના રૂપમાં ઉપયોગ કરી શકાય છે. એક અખબારના અનુસાર ISIS નાના બાળકોને આત્મઘાતી હુમલાખોરના રૂપમાં ઉપયોગ કરી શકે છે.

સૂત્રોના અનુસાર બગદાદીના બાળ આત્મઘાતી બ્રિગેડમાં 2થી 3 બાળકો શામેલ થઇ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે, બાળ આત્મઘાતી બ્રિગેડના આતંકી ભારતમાં ઘુસી ચૂક્યા છે. તો આ તરફ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે, તેઓ ગણતંત્ર દિનના દિવસે પોતાનો સુરક્ષા ઘેરો ન તોડે અને બાળકો વચ્ચે ન જાય.

હાઇ એલર્ટને લઇને દિલ્હી સહિત ઉત્તરપ્રદેશના સરહદી વિસ્તારોમાં સઘન સર્ચ અભિયાન ચાલી રહ્યું છે. સર્ચ ઓપરેશન દરમિયાન ગાઝિયાબાદ પોલીસના હાથે એક આરોપી ઝડપાયો છે. વાહનના તપાસ દરમિયાન ગાઝિયાબાદના ગોવિંદપુરમ વિસ્તારમાં પોલીસે એક શંકાસ્પદ કારને જોઇ હતી.

પોલીસે શંકાસ્પદ કાર રોકવાની કોશિશ કરી, તો કાર ચાલક ભાગવા લાગ્યો હતો, પોલીસે આરોપીઓનો પીછો પણ કરતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે 2 પિસ્તોલ અને મોટી સંખ્યામાં કારતૂસ જપ્ત કરી છે. જો કે, આ દરમિયાન એક આરોપી ભાગવામાં સફળ થયો હતો.
First published: January 25, 2016, 11:58 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading