26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ લશ્કર આતંકી ઝકી ઉર રહેમાન લખવીની ધરપકડ

26/11 મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ લશ્કર આતંકી ઝકી ઉર રહેમાન લખવીની ધરપકડ

ઝકી ઉર રહેમાન લખવીની આતંકીઓને મદદ કરવા અને તેમને પૈસા આપવાના આરોપમાં પાકિસ્તાનના પંજાબથી ધરપકડ કરવામાં આવી

 • Share this:
  ઇસ્લામાબાદ : મુંબઈ હુમલાના (Mumbai Attack)માસ્ટરમાઇન્ડ અને લશ્કર આતંકી (Lashkar Terrorists) ઝકી ઉર રહેમાન લખવીની (Zaki ur Rehman Lakhvi)ધરપકડ કરવામાં આવી છે. ઝકી ઉર રહેમાન લખવીની આતંકીઓને મદદ કરવા અને તેમને પૈસા આપવાના આરોપમાં પાકિસ્તાનના પંજાબથી ધરપકડ કરવામાં આવી છે. ઝકી ઉર લખવીએ હાફીઝ સઇદ સાથે મળીને 26/11ના હુમલાનું ષડયંત્ર રચ્યું હતું.

  આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના ઓપરેશન કમાન્ડર લખવીને મુંબઈ હુમલા પછી 2008માં યૂએનએસસીના પ્રસ્તાવ અંતર્ગત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદીની યાદીમાં સમાવેશ કરાયો હતો. મુંબઈ હુમલાની તપાસ દરમિયાન માહિતી સામે આવી હતી કે લખવીએ જ હાફિઝ સઇદને આતંકી હુમલાનો આખો પ્લાન તૈયાર કરીને આપ્યો હતો.

  આ પણ વાંચો - જાણો કેમ બીસીસીઆઈએ પૂજારાના સ્થાને રોહિત શર્માને બનાવ્યો ટેસ્ટ ટીમનો વાઇસ કેપ્ટન

  આ હુમલામાં પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કરના હથિયારોથી લેસ 10 આતંકવાદીઓએ મુંબઈમાં અંધાધુંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 166 લોકોના મોત થયા હતા. જ્યારે 300થી વધારે ઇજાગ્રસ્ત થયા હતા. લગભગ છ વર્ષ જેલમાં રહ્યા પછી એપ્રિલ 2015માં લશ્કરના ઓપરેશન કમાન્ડર લખવીને પાકિસ્તાનની જેલમાં છોડી મુકવામાં આવ્યો હતો.
  Published by:Ashish Goyal
  First published: