Mumbai Crime : 25 વર્ષીય યુવતીનું ગળું કાપી કરવામાં આવી હત્યા
મુંબઈ હત્યા
Mumbai Crime News-મુંબઈમાં એક 25 વર્ષીય યુવતીનું ગળું કાપીને નિર્દય હત્યાની ઘટના સામે આવી છે. અહીં તેના પિતરાઈ ભાઈ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. હત્યા બાદ આરોપી ફરાર છે. પોલીસ પૂછપરછ કરી રહી છે.
મુંબઈમાં હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 25 વર્ષીય યુવતીનું ગળું કાપીને નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. (Mumbai Poice) હત્યા બાદ આરોપી ફરાર છે. પોલીસ પૂછપરછ કરી રહી છે, પરંતુ હજુ સુધી તેના હાથમાં કોઈ પગેરું મળ્યું નથી. (25year old girl slit to death)
મુંબઈના ક્રાંતિ નગરનો બનાવ
આ ઘટના મુંબઈના ક્રાંતિ નગર વિસ્તારની છે. (Mumbai kranti nagar Murder) આ વિસ્તાર કુરાર પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવે છે. પોલીસે જણાવ્યું છે કે મનીષા જયસ્વાલ નામની 25 વર્ષની મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે. તે અહીં તેના પિતરાઈ ભાઈ સાથે ભાડાના મકાનમાં રહેતી હતી. મનીષાની હત્યા બાદ આરોપી ફરાર છે. સાથે જ પોલીસે તેના પિતરાઈ ભાઈને પણ કસ્ટડીમાં લીધો છે.
હત્યાનું કારણ નથી સ્પષ્ટ
પોલીસ મનીષાના ભાઈની પૂછપરછ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે, મનીષાનો ભાઈ દારૂડિયો છે. જોકે હત્યા પાછળનું સાચું કારણ શું છે તે સ્પષ્ટ થયું નથી. પોલીસના હાથમાં કોઈ મોટી માહિતી નથી, પરંતુ પોલીસ દરેક પાસાઓની તપાસ કરી રહી છે.
પોલીસે મનીષા જયસ્વાલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. તે દરમ્યાન ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું છે અને સ્થળની ગંભીરતાથી તપાસ કરી છે. પોલીસ હાલ, પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જેથી વધુ માહિતી મળી શકે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હત્યા સમયે મનીષાનો ભાઈ ઘરમાં જ હાજર હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર