મીનાક્ષી લેખી, અનંત હેગડે અને પ્રવેશ વર્મા સહિત 25 સાંસદ કોરોના પોઝિટિવ

મીનાક્ષી લેખી, અનંત હેગડે અને પ્રવેશ વર્મા સહિત 25 સાંસદ કોરોના પોઝિટિવ
પ્રતિકાત્મક તસવીર

બતાવવામાં આવી રહ્યું છે કે તેમાંથી 17 સાંસદ લોકસભાના અને 8 સાંસદ રાજ્યસભાના છે

 • Share this:
  નવી દિલ્હી : કોવિડ-19નો કહેર હાલમાં દેશમાં સતત વધી રહ્યો છે. આ ક્રમમાં સંસદના (Parliament) મોનસૂન સત્રના (Monsoon Session)પ્રથમ દિવસે મોટા સમાચાર સામે આવ્યા છે. મીનાક્ષી લેખી, અનંત હેગડે અને પ્રવેશ વર્મા સહિત 25 સાંસદ કોરોના પોઝિટિવ (Covid-19 Test Positive) આવ્યા છે. ઉલ્લેખનીય છે કે મોનસૂન સત્રને લઇને ઘણી તૈયારીઓ કરવામાં આવી છે. ઉપ રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન વૈંકયા નાયડુ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાએ બધી તૈયારીનું જાતે નિરીક્ષણ કર્યું હતું.

  મળેલી જાણકારી પ્રમાણે મોનસૂન સત્રના પ્રથમ દિવસે બંને સદનોના 25 સાંસદ કોવિડ ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા છે. બતાવવામાં આવી રહ્યું છે કે તેમાંથી 17 સાંસદ લોકસભાના અને 8 સાંસદ રાજ્યસભાના છે. લોકસભાના સંક્રમિત સાંસદોમાં 12 બીજેપીના, 2 વાઈઆરએસ કોંગ્રેસ અને શિવસેના, ડીએમકે, આરએલપીના 1-1 સાંસદ છે.  આ પણ વાંચો  - લૉકડાઉનમાં કેટલા પ્રવાસી મજૂરોના જીવ ગયા? સરકારે કહ્યું - અમારી પાસે કોઈ રેકોર્ડ નથી

  સંસદની અંદર એક સાથે આટલા બધા સાંસદો કોરોના પોઝિટિવ મળવાના કારણે ભયનો માહોલ પણ બન્યો છે. જણાવી દઈએ કે સંસદના આ સત્રમાં વિશેષ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. સાંસદોની જગ્યા ઉપર પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે.
  Published by:Ashish Goyal
  First published:September 14, 2020, 16:39 pm

  ટૉપ ન્યૂઝ