જીવિત નીલગાયને ગળી ગયો 25 ફૂટનો લાંબો અજગર, જુઓ રુંવાંટા ઉભા થાય તેવો Video

વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે અડધી નીલગાય અજગરના પેટમાં છે અને અડધી અજગરના મો માથી બહાર છે

Uttarakhand Viral Video- અજગરની હાજરી રહેણાંક વિસ્તારની નજીક હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો

  • Share this:
    હલ્દવાની : તમે જંગલી જાનવરોના શિકારના ઘણા વીડિયો (Video)જોયા હશે. જેમાં જંગલી જાનવર એકબીજા સાથે સંઘર્ષ કરતા જોવા મળે છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક વિશાળકાય અજગર (python)નીલગાયને ગાયને ગળી જતો જોવા મળે છે. આ વાયરલ વીડિયો ઉત્તરાખંડના (Uttarakhand Viral Video)નૈનીતાલ જિલ્લાના હલ્દવાનીનો છે. જ્યાં રહેણાંક વિસ્તારમાં લોકોની નજર એક વિશાળકાય અજગર ઉપર પડી હતી. અજગરે પોતાના ફંદામાં નીલ ગાયને જકડીને રાખી હતી. ધીર-ધીરે નીલ ગાયને ગળી જાય છે. આ અજગરની હાજરી રહેણાંક વિસ્તારની નજીક હોવાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગને (forest department)અજગરનું રેસ્ક્યૂ કરવા માટે સૂચના આપવામાં આવી છે.

    વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે કેવી રીતે અડધી નીલગાય અજગરના પેટમાં છે અને અડધી અજગરના મો માથી બહાર છે. આસપાસમાં માણસોની હાજરી હોવા છતા અજગર નીલ ગાયને ગળતો જોવા મળ્યો હતો. વિશાળકાયની હાજરીના કારણે આજબાજુના વિસ્તારનો લોકો પણ ચિંતિત બન્યા છે.

    આ પણ વાંચો - કરૂણ ઘટના! IIT વિદ્યાર્થીએ કરી આત્મહત્યા, મરતા પહેલા ચિઠ્ઠીમાં વ્યક્ત કરી પોતાની દર્દભરી કહાની

    ક્યાં જોવા મળ્યો ડરાવનારો અજગર?

    નીલગાયને ગળી જતા આ વિશાળકાય અજગરને લોકોએ હલ્દવાનીમાં ફોરેસ્ટના તરાઇ સેન્ટ્રલ ડિવિઝનમાં જોયો હતો. બજવાલપુર ગામમાં રહેણાંક વિસ્તારમાં અડીને આવેલા જંગલમાં નીલગાય અજગરની પકડમાં છે તેવા સમાચાર મળતા જ ફોરેસ્ટની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દરમિયાન અજગરને જોવા માટે ત્યાં ભીડ જમા થઇ ગઇ હતી. ફોરેસ્ટ ટીમે પહોંચીને લોકોને ત્યાંથી હટાવ્યા હતા. ફોરેસ્ટ ટીમે નીલગાયને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ અજગરે નીલગાયને પોતાની પકડમાંથી છોડી ન હતી.


    હાલ અજગરને ના કરી શકાય શિફ્ટ

    ફોરેસ્ટ રેન્જર ઉમેશ આર્યાના મતે અજગરની લંબાઇ 20થી 25 ફૂટ છે. આર્યાએ જણાવ્યું કે જ્યાં સુધી અજગર નીલગાયને પુરી રીતે ગળી ના જાય ત્યાં સુધીને તેને ક્યાંક બીજે શિફ્ટ કરવો યોગ્ય નથી. તેથી તેને તે જ સ્થાન પર છોડવામાં આવ્યો છે. સાથે તેની દરેક મૂવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. ગ્રામીણોના મતે અજગર લાંબા સમયથી વિસ્તારમાં જ હતો.

    કેરેબિયન ટાપુના જંગલમાંથી મળ્યો ડાયનાસોર કરતાં પણ મોટો સાપ

    સોશિયલ મીડિયા (Social Media) પર એક અત્યંત ડરામણો વીડિયો વાયરલ (Video viral)થઈ રહ્યો છે. વીડિયોમાં કેરેબિયન ટાપુ ડોમિનિકા (Caribbean island of Dominica) જંગલમાં ડાયનાસોર (dinosaur )કરતા મોટો સાપ (Dinosaur Snake Found)મળી આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાપ એટલો મોટો હતો કે તેને પકડવા માટે બુલડોઝર બોલાવવું પડ્યું હતું.
    Published by:Ashish Goyal
    First published: