Home /News /national-international /OMG News: મેગા ઓણમ બમ્પરમાં 25 કરોડની લોટરી લાગી, છતાંય પરિવારની મુસીબતો વધી; જાણો સમગ્ર ઘટના

OMG News: મેગા ઓણમ બમ્પરમાં 25 કરોડની લોટરી લાગી, છતાંય પરિવારની મુસીબતો વધી; જાણો સમગ્ર ઘટના

લોટરી જીતનાર દંપતી - ફાઇલ તસવીર

OMG News: કરોડો રૂપિયાનું આવવું એ જેટલી ભાગ્યની વાત છે, તેટલી જ કમનસીબીની વાત પણ છે. કેરળમાં મેગા ઓણમ બમ્પર લોટરીમાં 25 કરોડ રૂપિયા જીત્યાં હતા. પરંતુ ખાતામાં પૈસા આવે તે પહેલાં જ આ પરિવાર પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો હતો.

    નેશનલ ડેસ્કઃ કોઈપણ મોટી સફળતા પોતાની સાથે મોટી જવાબદારીઓ પણ લાવે છે. તેને જાળવવા માટે તમારે બમણી મહેનત કરવી પડે છે. લોટરી વગેરેમાં કરોડો જીતનારા લોકો માટે આ પણ એક મુશ્કેલી છે. આ લોકોએ સારા રોકાણથી લઈને જીવનશૈલીમાં ફેરફાર વગેરે જેવા ઘણા મોટા નિર્ણયો સમયસર લેવા પડતા હોય છે.

    કરોડોની લોટરી જ બની મુસીબત


    કરોડો રૂપિયાનું આવવું એ જેટલી ભાગ્યની વાત છે, તેટલી જ કમનસીબીની વાત પણ છે. કેરળમાં મેગા ઓણમ બમ્પર લોટરીમાં 25 કરોડ રૂપિયા જીતનાર અનુપ સાથે આ વાત બરાબર બંધબેસે છે. જો કે, જીતની સૂચના બાદ તેના ખાતામાં પૈસા આવે તે પહેલાં અને રોકાણ વગેરેનું પ્લાનિંગ કરતા પહેલાં જ તેના પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો છે. જેના કારણે પત્ની સહિત બાળકોનું જીવન પણ હાલ મુશ્કેલ બની ગયું છે.

    આ પણ વાંચોઃ પથારીમાં પડ્યા રહેવાની નોકરી ને લાખો રૂપિયાનો પગાર

    જરૂરિયાતમંદ લોકોની લાગી લાંબી લાઈનો


    એવું બન્યું છે કે, જ્યારથી લોકોને ખબર પડી કે તેને 25 કરોડની લોટરી લાગી છે, તેના ઘરની બહાર કીડીઓની જેમ જરૂરિયાતમંદ લોકોની લાઈન લાગી ગઈ છે. તેણે કહ્યું કે, લોકો તેના ઘરેથી આર્થિક મદદ માંગવા માટે એટલા દોડી રહ્યા છે કે તે વિચારવા માટે મજબૂર થઈ ગયો છે કે તેણે આ ઈનામ કેમ જીત્યું.

    માનસિક શાંતિ છીનવાઈ ગઈ


    તેણે કહ્યુ હતુ કે, તેની માનસિક શાંતિમાં ખલેલ પહોંચી છે અને જો તેને લોટરીમાં ત્રીજું ઇનામ મળ્યું હોત તો સારું થાત. તેમને હજુ સુધી પૈસા પણ મળ્યા નથી અને તેમના પુત્રની તબિયત ખરાબ છે. આવી સ્થિતિમાં ઘરની બહાર લોકોની લાઈનથી પરેશાન થઈને તેમને તેમના સંબંધીઓના ઘરે જવું પડે છે.

    આ પણ વાંચોઃ બુલેટના દિવાનાઓ ચોંકી જશે, દાયકાઓ પહેલા માત્ર 350માં મળતી હતી

    પોતાના ઘરે પણ નથી જઈ શકતા અનૂપ


    અનુપ પોતાના ઘરે જઈ શકતા નથી. અનુપનું જીવન એટલું મુશ્કેલ બની ગયું છે કે, તેને આ જીતનો અફસોસ થવા લાગ્યો છે. હજુ સુધી તેના ખાતામાં લોટરીના પૈસા પણ આવ્યા નથી, તેને સમજાતું નથી કે આવા લોકોને શું કહેવું. ઉલ્લેખનીય છે કે, ઓટો રિક્ષા ડ્રાઈવરની આ લોટરી એવા સમયે લાગી છે, જ્યારે તે 3 લાખની લોન લઈને શેફ બનવા મલેશિયા જઈ રહ્યો છે. લોટરી લાગ્યા બાદ અનુપે હવે મલેશિયા જવાનો પ્લાન કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Lottery, Lottery news, કેરલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन