અમરાવતી : વિદેશ મંત્રી એસ જયશંકરે (S. Jaishankar) શનિવારે અમરાવતીમાં કહ્યું કે ભારતે અત્યાર સુધી 15 દેશોને કોવિડ-19 વેક્સીન આપી છે અને અન્ય 25 દેશો ભારતમાં નિર્મિત વેક્સીનની રાહ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ત્રણ શ્રેણીઓના દેશ ભારત પાસેથી વેક્સીન મેળવવા માટે ઇચ્છુક છે. ગરીબ, કિંમતને લઈને સંવેદનશીલ દેશ અને દવા કંપનીઓ સાથે સીધી સમજુતી કરનાર દેશો છે.
વિદેશમંત્રી એસ જયશંકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે જ્યાં સુધી મને ખબર છે તો અમે 15 દેશોને પહેલા વેક્સીન મોકલાવી છે. અન્ય 25 દેશો વેક્સીનની રાહમાં છે. આજે મહત્વપૂર્ણ વાત એ છે કે ભારત આ મામલામાં વિશ્વના નકશા પર ઉભર્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું કે કેટલાક ગરીબ દેશોને અનુદાનના આધારે વેક્સીનની આપૂર્તિ કરવામાં આવી રહી છે. જ્યારે કેટલાક દેશો એ કિંમત પર વેક્સીન ઇચ્છે છે જે ભારત સરકાર વેક્સીન નિર્માતાઓને આપી રહી છે. જયશંકરે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દેશને વિશ્વની ફાર્મસી તરીકે સ્થાપિત કરવા માંગે છે.
બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે કહ્યું કે દેશમાં અત્યાર સુધી 54 લાખથી વધારે લોકોને કોવિડ-19ની વેક્સીન લગાડવામાં આવી છે. જેમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે 6,73,542 લોકોએ વેક્સીન લગાવી છે.
ભારતમાં શનિવારે કોરોનાના નવા 11,713 કેસ સામે આવ્યા છે. 24 કલાકમાં 95 લોકોના મોત થયા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર