નવી દિલ્હી : કેરળના એક 24 વર્ષીય યુવકે સાઉદી એરલાઇન્સમાં લેડી ક્રૂ સામે પોતાનું પેન્ટ ઉતારી નાખ્યાનો બનાવ નોંધાયો છે. યુવક સાઉદી અરેબિયાના જેદ્દાહથી નવી દિલ્હી આવી રહ્યો હતો. મહિલા ક્રૂએ તેને સિગારેટ પિતા અટકાવતા તેણે આવી હરકત કરી હતી. 24 વર્ષીય યુવકની ઓળખ અબ્દુલ શાહિદ શમસુદ્દીન તરીકે કરવામાં આવી છે.
દિલ્હી ખાતેના એરપોર્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સિગારેટ પીવા માટે રોક્યા બાદ શમસુદ્દીને પહેલા મહિલા ક્રૂ સાથે ઝઘડો કર્યો હતો, બાદમાં તેણે મહિલા ક્રૂ સામે જ પોતાના પેન્ટની જીપ ખોલી નાખી હતી.
"યુવકે વિમાનમાં અરાજકતા ફેલાવી હતી. જ્યારે મહિલા કેબિન ક્રૂએ પોતાના સાથીની મદદ માંગી ત્યારે વ્યક્તિએ તેની સામે પોતાનું પેન્ટ ઉતારી નાખ્યું હતું અને ગંદા ઈશારા કરવા લાગ્યો હતો," સૂત્રએ જણાવ્યું હતું.
ફ્લાઇટ દિલ્હીમાં લેન્ડ થયા બાદ કેબિન ક્રૂએ બનાવ અંગે એરપોર્ટ ઓપરેશન્સ કંટ્રોલ સેન્ટરને જાણ કરી હતી, જે બાદમાં આ અંગેની જાણ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ને કરવામાં આવી હતી.
સુરક્ષા જવાનોએ યુવકની ઓળખ કરીને તેની ધરપકડ કરી હતી અને તેને IGI એરપોર્ટ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જે બાદમાં યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે તેને દિલ્હી પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.
પોલીસે યુવક સામે ઇન્ડિયન પીનલ કોડની સંબંધીત કલમો લગાડીને કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર