Home /News /national-international /વૈજ્ઞાનિકોની અનોખી શોધ: જો તમને અહીં ધરતી પર રહેવાનું ન ગમતું હોય તો અંતરિક્ષમાં 24 ગ્રહો પર રહી શકશો, મળશે શાનદાર સુવિધા
વૈજ્ઞાનિકોની અનોખી શોધ: જો તમને અહીં ધરતી પર રહેવાનું ન ગમતું હોય તો અંતરિક્ષમાં 24 ગ્રહો પર રહી શકશો, મળશે શાનદાર સુવિધા
વૈજ્ઞાનિકોએ 24 એવા ગ્રહ શોધી કાઢ્યા જ્યાં ધરતી કરતા પણ સારી સુવિધા રહેવા માટે મળશે (ફાઈલ ફોટો)
શુલ્ઝ-માકુચ અને તેમની ટીમે 24 સુપર હેબિટેબલ ગ્રહોની ઓળખાણ કરી છે. એક ગ્રહ પર જીવન પૃથ્વીથી પણ વધારે સારુ છે. કેઓઆઈ 5715.01 નામના ગ્રહની નજીક 550 કરોડ વર્ષ જુનૂ છે.
આપણા બ્રહ્માંડમાં પૃથ્વી ઉપરાંત એવા 24 અન્ય ગ્રહ છે, જ્યાં જીવન શક્ય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, તેમાંથી એક ગ્રહ એવો છે, જ્યાં માનવ જીવનની સંભાવના પૃથ્વી કરતા પણ વધારે સારી મળી રહે છે. આ ગ્રહોને સુપર હેબિટેબલ પ્લેનેટ કહેવાય છે. વોશિંગ્ટન યૂનિવર્સિટી તથા બર્લિન ટેક્નિકલ યૂનિવર્સિટીના એસ્ટ્રોબાયોલોજિસ્ટ ડર્ક શુલ્ઝ મકુચે કહ્યું કે, અમે સતત પૃથ્વી જેવી સંભાવનાઓ વાળા ગ્રહો શોધી રહ્યા છીએ.
શુલ્ઝ-માકુચ અને તેમની ટીમે 24 સુપર હેબિટેબલ ગ્રહોની ઓળખાણ કરી છે. એક ગ્રહ પર જીવન પૃથ્વીથી પણ વધારે સારુ છે. કેઓઆઈ 5715.01 નામના ગ્રહની નજીક 550 કરોડ વર્ષ જુનૂ છે. અહીં 2965 પ્રકાશ વર્ષ દૂર એક નારંગી રંગના તારાની ચારેતરફ ચક્કર લગાવી રહ્યા છે. તેની પરત પર સરેરાશ તાપમાન પૃથ્વીની સરખામણીમાં લગભગ 2.4 ડિગ્રી સેલ્સિયસ ઠંડુ હોય શકે છે. પણ જો તેમાં ગરમી બનાવી રાખવા માટે પૃથ્વીની સરખામણીમાં વધારે ગ્રીનહાઉસ ગેસ છે, તો અહીં રહેવું યોગ્ય બની શકે છે.
આ ઉપરાંત, એવા ગ્રહો પર પણ જીવનની સંભાવના હોય શકે છે, જેમાં પૃથ્વી જેવી જમીન હોય અને જે પૃથ્વીની માફક નાના નાના મહાદ્વિપમાં વહેંચાયેલો હોય. જ્યારે મહાદ્વિપ મોટા થઈ જાય છે, તો મહાદ્વિપોના કેન્દ્રો મહાસગરોથી બહુ દૂર થઈ જાય છે. તેનાથી મોટા ભાગે મહાદ્વિપોના અંદરના ભાગો મોટા રણ બની જાય છે.
કેઓઆઈ 5554.01
અહીં લગભગ 650 વર્ષ જુનો ગ્રહ છે. તેનો વ્યાસ પૃથ્વીથી 0.72થી 1.29 ગણો છે. અહીં પૃથ્વીથી લગભગ 700 પ્રકાશ વર્ષ દૂર એક પીળા રંગના તારાની પરિક્રમા કરી રહ્યો છે. આ તમામ 24 સંભવિત રીતે રહેવા યોગ્ય ગ્રહ, પૃથ્વીથી 100 પ્રકાશ વર્ષ દૂર છે. વૈજ્ઞાનિકોને આશા છે કે, ભવિષ્યમાં નવી ટેકનોલોજીવાળા અંતરિક્ષ યાન અને દૂરબીનની મદદથી તેના વિશે વધારે જાણકારી લોકો સાથે પહોંચાડવામાં આવશે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર