પેરુ: દક્ષિણી અમેરિકા મહાદ્વીપમાં આવેલા પેરુમાં શનિવારે મોટી દુર્ઘટના ઘટી હતી. ઉત્તરી પેરુમાં 60 મુસાફરો ભરેલી એક બસ પહાડો પરથી ખીણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 24 લોકોના મોત થયા છે. પોલીસે કહ્યું કે, અમુક મુસાફરો હૈતીના હતા, કારણ કે, પેરુમાં હૈતીના મુસાફરોની સંખ્યા વધી રહી છે. જો કે, બસમાં સવારે લોકોની સ્થિતી સ્પષ્ટ થઈ શકી નથી. પોલીસે સ્થાનિક મીડિયાને આ સૂચના આપી છે. APના જણાવ્યા અનુસાર, દુર્ઘટના ડેવિલ્સ કર્વ (શૈતાનનો વળાંક) તરીકે ઓળખાતી એક જગ્યા પર થઈ હતી. પણ હાલમાં તેની પાછળનું કારણ જાણવા માટે તપાસ થઈ રહી છે.
પેરુના પરિવહન પર્યવેક્ષી એજન્સીએ એક નિવેદનમાં દુર્ઘટનાની પુષ્ટી કરી, પણ તેમણે મોત અને ઘાયલો વિશે નથી જણાવ્યું. સુત્રોએ કહ્યું કે, કંપની ક્ય ઓરિયાંકા ટુર્સ અગુઈલા દોરાડા (Q’Orianka Tours Aguila Dorada)ની એક બસમાં આ દુર્ઘટના પેરુના ઉત્તરમાં એલ આલ્ટો જિલ્લામાં થઈ છે. દુર્ઘટના દરમિયાન કેટલાય મુસાફરોએ કુદીને જીવ બચાવ્યો હતો, પણ મોટા ભાગના અંદર ફસાયેલા હતા. અજાણ્યા મુસાફરોને લીમાના ઉત્તર ભાગમાં લગભગ 1 હજાર કિમી દૂર એક લોકપ્રિય રિસોર્ટ્સ એલ અલ્ટો અને મનકોરાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તમામની સારવાર ચાલી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર