કોરોનાનો ચેપ લાગ્યાની આશંકાએ 7માં માળેથી કૂદીને આપઘાત કરનાર યુવકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

News18 Gujarati
Updated: March 27, 2020, 12:26 PM IST
કોરોનાનો ચેપ લાગ્યાની આશંકાએ 7માં માળેથી કૂદીને આપઘાત કરનાર યુવકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
યુવક સિડનીથી દિલ્હી આવ્યો હતો.

યુવક સિડનીથી નવી દિલ્હી આવી પહોંચ્યો હતો, કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને સફદરગંજ હૉસ્પિટલમાં ખસેડાયો હતો.

  • Share this:
નવી દિલ્હી : 18મી માર્ચના રોજ દિલ્હી (New Delhi)માં એક 23 વર્ષીય યુવકે દિલ્હીની સફદરગંજ હૉસ્પિટલ (Safdarjung Hospital)ના સાતમાં માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. યુવકને આશંકા હતી કે તેને કોરોના વાયરસ (Coronavirus Infection)નો ચેપ લાગ્યો છે. હવે માલુમ પડ્યું છે કે યુવકનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ (Corona Negative Report)આવ્યો છે. આ યુવકમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો માલુમ પડતા તેને ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ (IGI Airport) એરપોર્ટ પરથી સીધો જ સફદરગંજ હૉસ્પિટલ લઈ આવવામાં આવ્યો હતો. વિદેશથી આવેલા તેમજ કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા લોકોને આઇસોલેશન વોર્ડમાં રાખવાના સરકારના આદેશ પ્રમાણે યુવકનો હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

યુવક પંજબના બલાચૌર જિલ્લાનો રહેવાશી હતો. તે છેલ્લા એક વર્ષથી સિડનીમાં રહેતો હતો. તે એર ઇન્ડિયાની દિલ્હીના ફ્લાઇટમાં નવી દિલ્હી આવી પહોંચ્યો હતો. એરપોર્ટ ખાતે કોવિડ-19મી તપાસ દરમિયાન યુવકે માથું દુઃખતું હોવાનું જણાવ્યું હતું. જે બાદમાં એરપોર્ટ તંત્રએ યુવકે સફદરગંજ હૉસ્પિટલ ખાતે ખસેડવાનો નિર્ણય કર્યો હતો. જોકે, યુવકના પરિજનોએ સ્વાસ્થ્ય અધિકારી પર આક્ષેપ લગાવતા તેના દીકરાને ખોટી રીતે હૉસ્પિટલમાં રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

આ પણ વાંચો : તેલંગાણાથી રાજસ્થાન તરફ જતા બે ટ્રકને રોકીને તપાસ કરતા મુંબઈ પોલીસ ચોંકી!

ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા યુવકના કાકા સુખદેવ સિંઘે જણાવ્યું હતું કે, "અમે કેસની વિગત જાણવા માટે સફદરગંજ હૉસ્પિટલ ખાતે ગયા હતા પરંતુ હૉસ્પિટલ તરફથી અમને કોઈ વિગત આપવામાં આવ ન હતી. હૉસ્પિટલ ખાતે કલાક પછી એક સ્ટાફે જણાવ્યું હતું કે તેમની પાસે જે યાદી છે તેમાં તમારા દીકરાનું નામ નથી. આથી તેને રામ મનોહર લોહિયા હૉસ્પિટલમાં ખસેડાયો હોવાની આશંકા છે. અમે રામ મનોહર લોહિયા હૉસ્પિટલ ગયા હતા. અહીં પણ એક કલાકની રાહ જોયા બાદ એક સરખો જ પ્રત્યુતર મળ્યો હતો. આથી અમે ફરીથી દીકરાની શોધ માટે સફદરગંજ હૉસ્પિટલ ગયા હતા."

આ પણ વાંચો : મહિલાએ છીંક ખાધી તો સ્ટોર માલિકે ફેંકી દીધો 26 લાખનો ખાવાનો સામાન

બીજી તરફ ભારતમાં દિવસેને દિવસે કોરોના વાયરસનો પગપેશારો વધી રહ્યો છે. શુક્રવારે નવા 88 કેસ નોંધાયા છે. દેશમાં હવે કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 694 થઈ છે. શુક્રવારે નોંધાયેલા કેસ ભારતમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. કોરોનાને કારણે અત્યાર સુધી ભારતમાં 16 લોકોનાં મોત થયા છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ત્રણ-ત્રણ મોત નોંધાયા છે. કર્ણાટકમાં બે મોત થયા છે. મધ્ય પ્રદેશ, તમિલનાડુ, બિહાર, પંજાબ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં એક એક મોત થયું છે.
First published: March 27, 2020, 11:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading