Home /News /national-international /

કૉંગ્રેસમાં પરિવર્તનની માંગે જોર પકડ્યું, 23 દિગ્ગજ નેતાઓએ સોનિયા ગાંધીને લખ્યો પત્ર

કૉંગ્રેસમાં પરિવર્તનની માંગે જોર પકડ્યું, 23 દિગ્ગજ નેતાઓએ સોનિયા ગાંધીને લખ્યો પત્ર

સોનિયા ગાંધીની ફાઇલ તસવીર

કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખીને કહ્યું, મોટા પરિવર્તન કરીને પાર્ટીને થઈ રહેલા નુકસાનથી બચાવવામાં આવે

  નવી દિલ્હીઃ કૉંગ્રેસ (Congress)ના ઈતિહાસમાં આવું પહેલીવાર થયું છે કે જ્યારે પાર્ટીના દિગ્ગજ નેતાઓએ વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi)ને પત્ર લખીને કૉંગ્રેસમાં મોટા પરિવર્તનની માંગ કરી છે. આ માંગ કૉંગ્રેસના 23 વરિષ્ઠ નેતાઓએ કરી છે. તેમાં 5 પૂર્વ મુખ્યમંત્રી, શશિ થરૂર જેવા સાંસદ, કૉંગ્રેસ કાર્યસમિતિના સભ્ય અને તમામ પૂર્વ કેન્દ્રીય મંત્રી સામેલ છે. તેમનું કહેવું છે કે પાર્ટીમાં મોટા પરિવર્તન કરીને કૉંગ્રેસને થઈ રહેલા નુકસાનથી બચાવવામાં આવે.

  ‘ઈન્ડિયન એક્સપ્રેસ’માં પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, આ પત્ર બીજેપીની પ્રગતિ તરફ ઈશારો કરે છે. એવો સ્વીકાર કરતાં કે યુવાઓએ નિર્ણાયક રૂપથી નરેન્દ્ર મોદીને મત આપ્યા છે. પત્ર જણાવે છે કે કૉંગ્રેસને મૂળભૂત રીતે સમર્થનમાં નુકસાન થયું છે. યુવાઓને વિશ્વાસ ગુમાવવો ગંભીર ચિંતાનો વિષય છે. આ પત્ર લગભગ બે સપ્તાહ પહેલા મોકલવામાં આવ્યો હતો. પત્રના માધ્મમથી દિગ્ગજ નેતાઓએ એક પૂર્ણકાણના અને પ્રભાવી નેતૃત્વની માંગ કરી છે, જે ગ્રાઉન્ડ લેવલે જોવા પણ મળે અને સક્રિય પણ રહે. સાથોસાથ પાર્ટીના પુનરુદ્ધાર માટે સામૂહિક રીતે સંસ્થાગત નેતૃત્વ તંત્રની તાત્કાલિક સ્થાપના માટે પણ કહેવામાં આવી રહ્યું છે.

  આ પણ વાંચો, પાકિસ્તાને ફરી પલટી મારી, કહ્યું- અમારા દેશમાં નથી દાઉદ ઈબ્રાહિમ

  પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલાબ નબી આઝાદ, પાર્ટીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, કપિલ સિબ્બલ, મનીષ તિવારી, શશિ થરૂર, સાંસદ વિવેક તન્ખા, એઆઈસસીસીના પદાધિકારી અને સીડબલ્યૂસી સભ્ય જેમાં મુકુલ વાસનિક અને જિતિન પ્રસાદ અને પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સામેલ છે.

  સાથોસાથ ભૂપિન્દર સિંહ હુડ્ડા, રાજેન્દ્ર કૌર ભટ્ટલ, એમ વીરપ્પા મોઇલી, પૃથ્વીરાજ ભવન, પી જે કુરિયન, અજય સિંહ, રેણુકા ચૌધરી અને મિલિન્દ દેવરા પણ સામેલ છે. પૂવી પીસીસી પ્રમુખ રાજ બબ્બર (યૂપી), અરવિંદર સિંહ લવલી (દિલ્હી) અને કૌલ સિંહ ઠાકુર (હિમાચલ), બિહાર અભિયાનના પ્રમુખ અખિલેશ પ્રસાદ સિંહ, હરિયાણાના પૂર્વ સ્પીકર કુલદીપ શર્મા, દિલ્હીના પૂર્વ સ્પીકર યોગાનંદ શાસ્ત્રી અને પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે પણ તેમાં હસ્તાક્ષર કર્યા છે.

  આ પણ વાંચો, મોટા સમાચારઃ 73 દિવસમાં ભારતમાં આવી જશે પહેલી કોરોના વેક્સીન! મફત થશે ટીકાકરણ

  પત્રમાં કહેવામાં આવ્યું છે કે, લોકસભા ચૂંટણીમાં હારના એક વર્ષ બાદ પણ પાર્ટીએ સતત જનાધાર ગુમાવવાના કારણો વિશે જાણવા માટે આત્મનિરીક્ષણ નથી કર્યું. સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે પત્રના જવાબના રૂપમાં એક પ્રમુખ સંગઠનાત્મક પરિવર્તનની યોજના બનાવવામાં આવી રહી છે. સોમવારે મળનારી સીડબલ્યૂસીની બેઠકમાં તેની જ જાહેરાત થવાની આશા છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Letter, Sonia Gandhi, કોંગ્રેસ, રાહુલ ગાંધી

  આગામી સમાચાર