સગાઈની પાર્ટીમાં બોલાવી 22 વર્ષની યુવતી સાથે 3 લોકોએ કર્યો ગેંગરેપ, જબરદસ્તી પીવડાવ્યો દારૂ

પ્રતિકાત્મક તસવીર

ત્રણેય આરોપીઓની ઓળખ 28 વર્ષીય અવિનાશ પાંગેકર, 27 વર્ષિય શિશીર અને 25 વર્ષિય તેજસ તરીકે થઈ છે.

 • Share this:
  મુંબઈ: મુંબઇ (Mumbai) માં 22 વર્ષીય યુવતિ પર ગેંગરેપ(Gangrape)ની ઘટના સામે આવી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, યુવતીએ ત્રણ યુવાનો પર આરોપ લગાવ્યો છે કે, તેને શહેરની એક હોટલમાં સગાઈ પાર્ટીમાં બોલાવી હતી અને ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ ઘટના 8 નવેમ્બરની બતાવવામાં આવી રહી છે. મહિલાના જણાવ્યા અનુસાર, અંધેરી-કુર્લા રોડ પરની એક હોટલમાં તેની સાથે ગેંગરેપની ઘટના બની હતી. પોલીસે યુવતીની ફરિયાદ નોંધી લીધી છે. જોકે, ત્રણેય આરોપીઓ હાલ ફરાર છે.

  મુંબઈ મિરરના અહેવાલ મુજબ, મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, તેને અને અન્ય બે યુવતીઓને પાર્ટીમાં બોલાવવામાં આવી હતી. જ્યારે તમામ મહેમાનો પાર્ટીમાંથી જતા રહ્યા ત્યારે ત્રણેય લોકોએ ભેગા મળીને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. ત્રણેય આરોપીઓની ઓળખ 28 વર્ષીય અવિનાશ પાંગેકર, 27 વર્ષિય શિશીર અને 25 વર્ષિય તેજસ તરીકે થઈ છે. એવું કહેવામાં આવ્યું છે કે, અવિનાશે જ યુવતીને તેની સગાઈ પાર્ટીમાં બોલાવી હતી.

  કાળજુ કંપ્યું: ચાર બહેનોના એકના એક ભાઈનું અકસ્માતમાં મોત, બહેનોએ આપી કાંધ, ગામ હીબકે ચઢ્યુ

  કાળજુ કંપ્યું: ચાર બહેનોના એકના એક ભાઈનું અકસ્માતમાં મોત, બહેનોએ આપી કાંધ, ગામ હીબકે ચઢ્યુ

  મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, પાર્ટીમાં તેને જબરદસ્તી દારૂ પીવાની ફરજ પાડવામાં આવી હતી. આ પછી, જ્યારે અન્ય બે મહિલાઓ રવાના થઈ. તે પછી ત્રણેય આરોપી તેની પાસે આવ્યા હતા અને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. મહિલાએ પોતાની સાથે બનેલી ઘટના વિશે કોઈને કહ્યું નહીં. પરંતુ શનિવારે તેણે તેના પરિવારને આ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. આ પછી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

  સુરત: ધનતેરસે લાંચ લઈ 'ધન' ભેગુ કરવું મહિલા તલાટીને ભારે પડ્યું, ફસાયા ACBના છટકામાં

  સુરત: ધનતેરસે લાંચ લઈ 'ધન' ભેગુ કરવું મહિલા તલાટીને ભારે પડ્યું, ફસાયા ACBના છટકામાં

  મુંબઈ પોલીસનું કહેવું છે કે, ત્રણેય આરોપીઓ હાલમાં ફરાર છે, પરંતુ ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. આ સાથે યુવતીને કૂપર હોસ્પિટલમાં મેડિકલ કરાવવામાં આવ્યું છે, જેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
  Published by:kiran mehta
  First published: