call centre crime : અમેરિકાનો સાથે કોલ સેન્ટર દ્વારા કરવામાં આવેલ છેતરપિંડી કેસમાં નવો વળાંક આવ્યો. પોલીસ દ્વારા પણ 70 લાખની માતબર રકમ છાના ખૂણે ખિસ્સામાં નાખવામાં આવી અને કેસને રફેદફે કરવાની કોસીસ કરવામાં આવી છે.
Crime : હાલમાં જ છેતરપિંડીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં અમેરિકનોને છેતરવાના કેસમાં ગુજરાતના એક વેપારી સહીત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી 12 પાસ કરણ ભટ્ટએ પૂછપરછ દરમિયાન અધિકારીઓ સમક્ષ કબૂલાત કરી હતી કે, તેણે ઉચ્ચ અધિકારી પાસેથી સેટિંગના નામે બિઝનેસમેન શૈલેષ પંડ્યા મારફત 70 લાખ આપ્યા હતા. આ ડીલ એસઆઈ અને કોન્સ્ટેબલ સાથે થઇ હતી. કમિશનરે ડીસીપી ક્રાઇમ પાસેથી રિપોર્ટ માંગ્યો છે પણ હજી સુધી મળ્યો નથી.
અમેરિકનો સાથે કરોડોની છેતરપિંડીના કેસમાં પકડાયેલા દોષિત આરોપી અમદાવાદના કરણ ભટ્ટને લાંબી પૂછપરછ પછી જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે. કરણ અને હર્ષના લસુડીયા ખાતે ચાલી રહેલા નકલી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટરનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 29 આરોપીને પકડવામાં આવ્યા છે. કરણ અને હર્ષ 2 વર્ષથી ફરાર હતા પરંતુ હવે પોલીસના સકંજામાં આવી ગયા છે.
કરણએ કહ્યુકે, તે ફરાર નહતો પણ અધિકારીઓ સાથે થયેલા સેટિંગને લીધે તેનું માનવું હતું કે હવે આ મેટર પુરી થઇ ગઈ છે. તેના પર કેસ થયા પછી તે સત્તત ઇન્દોર આવતો હતો. તે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને લસુડીયા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સાથે સત્તત સંપર્કમાં હતો. કોલ સેન્ટર દ્વારા અમેરિકનોના સોશિયલ સિક્યોરિટી નંબર બ્લોક કરવાના બહાને ગિફ્ટ કુપનના રૂપમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. FBIએ પોલીસને ઘણા છેતરાયેલા લોકોના નિવેદન પણ આપ્યા છે.
પોલીસ સેટિંગની પોલ ખુલી
કરણ ભટ્ટ પકડાતા જ પોલીસની તોડબાજ નીતિ સામે આવી છે. એડિશનલ કમિશ્નરે પૂછતાછ કરી તો તેમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ કેસને આટોપી લેવા માટે આરોપી પાસેથી પોલીસ દ્વારા 70 લાખની જંગી રકમ લેવામાં આવી છે. કરણે વધુમાં જણાવ્યું કે ગુજરાતના શૈલેષ પંડ્યા અને ઈંદોરના મનીષ નામના વેપારી દ્વારા આ કેસનો અંત લાવવા માટે આ ડીલ કરવામાં આવી હતી.
ઉચ્ચ પોલીસ અધિકારી અને ક્રાઇમ બ્રાન્ચે 70 લાખ જેવી જંગી રકમની વસુલાત કરી હતી. તેમના નામ જણાવવામાં આવતા અધિકારીઓ પણ ડાંગ રહી ગયા હતા. આ કેસમાં શૈલેષ પંડ્યાની સાથે કરણના અન્ય સહયોગી રવિ દાજી, વત્સલ મહેતા, તુષાર કાકાને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.
એસઆઈ અને અન્ય સાથે થયેલી ચેટ પણ મળી આવી. પોલીસ કમિશનર હરિનારાયણચારી મિશ્રા એ લાંચની ઘટનાને ગંભીરતા પૂર્વક લીધી. તેમજ ડીસીપી ક્રાઇમ નિમિષ અગ્રવાલને તપાસના આદેશ આપવામાં આવ્યા. પણ તેમને હજી સુધી રિપોર્ટ આપ્યો નથી કે કોઈની ધરપકડ કરી નથી.