કેરળઃ એક યુવકે પોતાની બહેન અને માતા-પિતાને આઈસ્રીonમ (Ice Cream)માં ઝેર (Poison) ભેળવીને મારવાનો પ્રયાસ કર્યો જેમાં બહેનનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં સોપો પડી ગયો છે. કાસારાગોડમાં 22 વર્ષીય યુવકની પોતાની બહેનની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ યુવક પર આરોપ છે કે, આઈસ્ક્રીમમાં ઝેર ભેળવી તેણે પોતાની નાની બહેનની હત્યા કરી છે.
યુવકે આવું કૃત્યુ કેમ કર્યું તેના વિશે ખુલાસો કરતાં પોલીસે જણાવ્યું કે, અલબીન નામનો યુવક એકલતામાં જીવન પસાર કરવા માંગતો હતો. જેના કારણે તેણે આઈસ્ક્રીમમાં ઝેર ભેળવી પોતાના માતા-પિતા અને નાની બહેનને ખવડાવી દીધો હતો. આ ઘટના 4 ઓગસ્ટની છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, 16 વર્ષીય એન્ન મેરીનું મોત એ આકસ્મિક મોત નથી પરંતુ હત્યા છે. હત્યાના આરોપી યુવકે પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ્યો છે કે તેણે જ આઈસ્ક્રીમમાં ઝેર ભેળવી દીધું હતું.
આરોપી યુવકના પિતા બેન્ની અને બહેનને 5 ઓગસ્ટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે બંનેની તબિયત ખરાબ થઈ હતી. જેમાં બહેનનું મોત થયું છે જ્યારે પિતા હજુ સારવાર હેઠળ છે. પોલીસે જણાવ્યું કે, યુવકની માતાને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી નથી, તેની તબિયત સારી છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર