Home /News /national-international /છત્તીસગઢ OMG : યુવતીએ નાબાલિક યુવકને બંધી બનાવી કર્યો બળાત્કાર, યુવતીની ધરપકડ

છત્તીસગઢ OMG : યુવતીએ નાબાલિક યુવકને બંધી બનાવી કર્યો બળાત્કાર, યુવતીની ધરપકડ

યુવતીએ તરૂણ યુવક સાથે બળાત્કાર કર્યો

Chhattisgarh Crime- છત્તીસગઢના જશપુર જિલ્લામાં બળાત્કારની ઘટના સામે આવી જેમાં, 22 વર્ષની યુવતી પર 17 વર્ષના સગીર છોકરાને બંધક બનાવીને અવાવરું જગ્યાએ લઈ જઈ, બળાત્કાર કરવાનો આરોપ છે. પિતાની ફરિયાદના આધારે આરોપી યુવતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવી હતી. આ મામલે વધુમાં પોલીસ તપાસ ચાલુ છે

વધુ જુઓ ...
છત્તીસગઢ : જશપુર  (Jashpur) જિલ્લામાં એક યુવતીની બળાત્કારના ગુનાહ હેઠળ ધરપકડ (Girl arrested for rape) કરવામાં આવી છે. 22 વર્ષની યુવતી પર 17 વર્ષના સગીર છોકરાને બંધક બનાવીને અવાવરું જગ્યાએ લઈ જઈ, બળાત્કાર કરવાનો આરોપ છે. (Chhattisgarh Rap Case) પોલીસે સગીરના પિતાની ફરિયાદના આધારે આરોપી યુવતીની ધરપકડ કરી છે. આ ઘટના નવેમ્બર 2021ની છે, જેમાં પોલીસે 28 જુલાઈ 2022ના રોજ કાર્યવાહી કરી હતી.(22year girl Rapped Teenage boy) યુવતીને જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલવામાં આવી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, જશપુરના પથલગાંવના રહેવાસી 45 વર્ષીય પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પિતાએ જણાવ્યું કે તેમનો 17 વર્ષનો સગીર છોકરો 8 નવેમ્બર 2021ની રાત્રે કોઈને જાણ કર્યા વગર ક્યાંક ગયો હતો, કોઈ અજાણ્યો વ્યક્તિ તેને લાલચ આપીને લઈ ગયો હતો. ફરિયાદના આધારે, પથલગાંવ પોલીસ સ્ટેશનમાં કલમ 363 હેઠળ ગુનો નોંઘી, તપાસ કરવામાં આવી હતી. કેસની તપાસ દરમિયાન, 27 જુલાઈ, 2022 ના રોજ, ફરિયાદી પિતાએ પુત્રને રજૂ કર્યો હતો, બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોRapist Father : પિતાજ બન્યો હેવાન, 11 વર્ષની દીકરી પર અનેક વાર ગુજાર્યો બળાત્કાર

પૂછપરછ દરમિયાન છોકરા જણાવ્યું સત્ય

અપહરણ કરાયેલા છોકરાની પૂછપરછ કરતા જણાવવામાં આવ્યું હતું કે, ઘટનાની તારીખે આરોપી જુહી ડોમ તેને લાલચ આપીને મધ્યપ્રદેશમાં અજાણી ઈંટની ભઠ્ઠીમાં લઇ ગયી હતી. ત્યાં તેને બંધક બનાવીને બળજબરીથી બળાત્કાર કર્યો હતો. આ દરમિયાન તેની સાથે અત્યાચાર કરવામાં આવ્યો. યુવતીનું સરનામું મળ્યાં બાદ પથલગાંવ પોલીસ સ્ટેશન દ્વારા આરોપી જુહી ડોમની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી જુહીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આ પછી બાગબહાર વિસ્તારની રહેવાસી 22 વર્ષની આરોપી જુહી ડોમની 28 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. કાયદેસરની કાર્યવાહી બાદ તેને જેલમાં મોકલી દેવામાં આવી હતી. આ મામલે વધુમાં પોલીસ તપાસ ચાલુ છે.
First published:

Tags: Chhatisgarh, છત્તીસગઢ, બળાત્કાર