કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus)ના કારણે પાંચ મહિના પછી રવિવારે જ પ્રસિદ્ધ યાત્રાધામ વૈષ્ણો દેવી મંદિરના દ્વારા (Vaishno Devi Yatra) ખોલવામાં આવ્યા હતા. અને યાત્રા માટે પણ ભક્તો છૂટ આપવામાં આવી હતી. વળી સંક્રમણના કારણે મંદિર પરિસરમાં (Vaishno devi) પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી લોકો એક બીજાથી દૂર રહે. પણ આ તમામ વ્યવસ્થા પછી ખાલી બે દિવસમાં અહીં કોરોનાના કેસ સામે આવ્યા છે.
જમ્મુ કાશ્મીર (Jammu kashmir)ના રિયાસી જિલ્લા ત્રિકુટા પર્વત પર વૈષ્ણો દેવી મંદિર (Shri Mata Vaishno Devi Yatra)ને શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવી હતી. કોરોના વાયરસના કારણે લગભગ 5 મહિના સુધી આ મંદિર સમેત અન્ય ધાર્મિક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા. પણ હવે આ મંદિરને ખોલવામાં આવ્યું છે.
વધુ વાંચો :
અમેરિકાનામાં જોવા મળ્યો દુર્લભ 'Fire Tornado', હવામાં લાગી આગ
ત્યારે 3 પંડિત સમેત 22 લોકોને કોરોના સંક્રમિત મળ્યા છે. આ લોકોમાં 3 પૂજારી સમેત ચાર પોલીસવાળા અને માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના કર્મચારી પણ સામેલ છે.
ઉલ્લેખનીય છે કે નવા નિયમો મુજબ પહેલા વીકમાં ખાલી 2,000 શ્રદ્ધાળુઓને જ મંદિરમાં દર્શન કરવાની છૂટ આપી હતી. જેમાંથી 1,900 જમ્મુ કાશ્મીરના લોકો હતા અને 100 લોકો જ અન્ય રાજ્યો હતા. વધુમાં કોરોના કારણે મંદિરમાં પ્રસાદ આપવાની વ્યવસ્થા પણ બંધ કરવામાં આવતી હતી. અને પૂજારી કોઇ ભક્તોને તિલક પણ નહતા લગાવતા. વળી આસપાસની દુકાનો પણ બંધ છે. જો કે આ તમામ વ્યવસ્થા પછી કોરોના નવા કેસ અહીં સામે આવતા તંત્ર સાબદુ થયું છે.
Published by:Chaitali Shukla
First published:August 18, 2020, 15:02 pm