EVM-VVPAT વિવાદ: વિપક્ષની બેઠકમાં કનફ્યૂઝન, 22 દળોની ચૂંટણી પંચમાં રજૂઆત

દિલ્હીના કૉન્સ્ટિટ્યૂશન ક્લબ ખાતે વિપક્ષી દળોની મિટીંગ યોજાઈ હતી.

23મીમેના રોજ લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થશે પરંતુ તેના પહેલાં વિપક્ષી દળો વિપક્ષી દળો સંયુક્ત રણનીતિ તૈયાર કરવામાં લાગ્યા છે. આ રણનીતિ અંતર્ગત આજે 22 સંયુક્ત દળોની મીટિંગ યોજાઈ હતી.

  • Share this:
    ન્યૂઝ 18 ગુજરાતી : આગામી 23મી મેના રોજ જાહેર થનારા લોકસભાના પરિણામ પહેલાં વિપક્ષી દળો સાથે મળી અને રણનીતિ તૈયાર કરવામાં લાગી ગયા છે. મંગળવારે 19 વિપક્ષી દળોની કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં એક મીટિંગ યોજાઈ હતી. આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુની અધ્યક્ષતામાં મળેલી મીટિંગમાં EVMના મુદ્દે ચર્ચા થઈ હતી. આ દરમિયાન તમામ દળોએ એક માર્ચ કાઢી ચૂંટણી પંચ સુધી જવાનો નિર્ણય કર્યો હતો જોકે, સુરક્ષાના કારણોસર માર્ચની પરવાનગી ન મળતા કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો હતો.

    આ બેઠકમાં કોંગ્રેસ વતી અહમદ પટેલ, અશોક ગેહલોત, ગુલામ નબી આઝાદ, અભિષેક મનુસિંઘવી, માકપા વતી સીતારામ યેચુરી, તૃણમૂલ કોંગ્રેસમાંથી ડેરેક ઓબ્રાયન, તેલગુ દેશમ પાર્ટીમાંથી ચંદ્રાબાબુ નાયડુ, આમ આદમી પાર્ટીમાંથી અરવિંદ કેજરીવાલ, સમાજવાદી પાર્ટી વતી રામગોપાલ યાદવ, બસપા વતી સતીશ ચંદ્ર મિશ્રા અને દાનિશ અલી, દ્રવિદ મુદ્રક પાર્ટીમાંથી કનિમોડી, રાજદમાંથી મનોજ ઝા, રાકાપાં પ્રફુલ્લ પટે અને માજીદ મેનન વગેરે નેતાઓ સામેલ થયા હતા.

    સૂત્રોના જણાવ્યા મુજબ આ બેઠકને લઈને અનેક દળોમાં અસમંજસની સ્થિતી છે. સમાજવાદી પાર્ટી તરફથી કૉન્સ્ટિટ્યૂશન ક્લબ આવેલા રામગોપાલ યાદવ આવ્યા હતા પરંતુ તેમને એજન્ડા જ ખબર નહોતો. તેમણે કહ્યું કે મને ખબર નથી શા માટે બેઠક બોલાવામાં આવી છે.

    આ પણ વાંચો :  અમિત શાહના ડિનરનું મૅનુ : ઉદ્ધવ ઠાકરે માટે પુરણપોળી, નીતિશ કુમાર માટે લિટ્ટી ચોખા

    સૂત્રોના જણાવ્યા મુજબ આ મીટિંગમાં EVM અને VVPATની સ્લિપની 100 ટકા ક્રોસવેરિફિકેશનની માંગ હતી. આ ઉપરાંત બિન NDA સરકારની પણ વાત આવી.



    તમામ દળોએ ચૂંટણી પંચ સમક્ષ EVM અંગે રજૂઆતો કરી હતી જોકે, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણી પ્રક્રિયા અને EVM અંગે જ્યારથી ચૂંટણી જાહેર થઈ ત્યારથી અત્યારસુધી તબક્કા વાર 93 બેઠકો યોજી અને તમામ દળોને માહિતી આપવામાં આવી હતી.



    ભાજપના પ્રમુખ અમિત શાહે એક્ઝિટ પોલના પરિણામો બાદ એનડીએના તમામ નેતાઓની એક બેઠક બોલાવી છે અને તેમને ડિનર માટે બોલાવ્યા છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી, શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, બિહારના સીએમ નીતિશ કુમાર, જેડીયૂના અધ્યક્ષ નીતિશ કુમાર, એલજેપીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન, ઉપરાંત દિગ્ગજ નેતાઓ હાજર રહેશે.
    Published by:Jay Mishra
    First published: