મુંબઈ. દેશમાં કોરોના વાયરસ (Coronavirus) સંક્રમણ મામલા હવે ઓછા થઈ રહ્યા છે. પરંતુ ડેલ્ટા વેરિયન્ટ (Delta Plus Variant)ના નવા કેસ અને કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) ચિંતાનો વિષય બની ગયો છે. એવામાં તમામ રાજ્ય સરકારો પોતપોતાને ત્યાં સ્વાસ્થ્ય સેવાઓ વધુ સુદ્રઢ કરવામાં લાગી ગઈ છે. મહારાષ્ટ્રમાં પણ નવી હૉસ્પિટલ અને સ્વાસ્થ્ય સેવાઓ સ્થાપિત કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ જ મુંબઈમાં માત્ર 35 દિવસની અંદર 2170 બેડની એક વિશાળ કોવિડ હૉસ્પિટલ (Covid Hospital)ને તૈયાર કરવામાં આવી છે. કોરોના મહામારીમાં મુંબઈ (Mumbai) સૌથી વધુ પ્રભાવિત શહેર રહ્યું છે.
મુંબઈના મલાડમાં 35 દિવસમાં ઊભી કરવામાં આવેલી કોવિડ હૉસ્પિટલ જર્મન ટેક્નોલોજી પર આધારિત છે. તે ફાયરપ્રૂફ અને ઇકો-ફ્રેન્ડલી છે. આ હૉસ્પિટલમાં 70 ટકા બેડ ઓક્સિજન સપ્લાયવાળા છે. તેની સાથે જ 384 બેડ આઇસોલેશન રુમ પણ તેમાં બનેલા છે.
This afternoon, MMRDA handed over a dedicated COVID Jumbo Hospital at Malad to the BMC in the presence of CM Uddhav Balasaheb Thackeray. This 2170-bed hospital has facilities like oxygen beds, ICU, Pediatric ICU, dialysis, and other state-of-the-art equipment. pic.twitter.com/Tgm94Zy9DC
આ હૉસ્પિટલમાં 42 આઇસીયૂ બેડ બાળકો માટે અલગથી ઊભા કરવામાં આવ્યા છે. તેની સાથે જ 20 બેડ ડાયાલિસિસ માટે છે. આ હૉસ્પિટલની કામગીરી પર નજર રાખવા માટે 240 સીસીટીવી લગાવવામાં આવ્યા છે. આ હૉસ્પિટલને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિમાં મુંબઈ વિકાસ પ્રાધિકરણ તરફથી BMCને સોંપવામાં આવી છે.
આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલયે જાણકારી આપતા ટ્વીટ કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે એમએમઆરડીએ દ્વારા મલાડમાં નિર્મિત મોટી કોવિડ હૉસ્પિટલ ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિમાં બીએમસીને સોંપવામાં આવી છે. આ 2170 બેડવાળી હૉસ્પિટલમાં ઓક્સિજન બેડ, આઇસીયૂ, પિડિયાટ્રિક આઇસીયૂ, ડાયાલિસિસ અને અન્ય જરૂરી સેવાઓ ઉપલબ્ધ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર