lockdownમાં ચોરી છૂપે વેચી દારૂની 21,000 પેટીઓ, હવે ફટકારાયો 1.12 કરોડ રૂપિયાનો દંડ, આવી રીતે ફૂટ્યો ભાંડો

પ્રતિકાત્મક તસવીર

આખા દેશમાં લોકડાઉનના પગલે બધું જ બધ હતું. ત્યારે આટલી મોટી માત્રામાં દારૂ વેચનારી બે કંપનીઓ સામે ફરિયાદ બાદ પગલાં ભરવામાં આવ્યા હતા.

  • Share this:
    ફતેહાબાદઃ હરિયાણાના ફતેહાબાદમાં (Fatehabad, Haryana) લોકડાઉન (lockdown)દરમિયાન બે ફર્મો દ્વારો ચોરી છૂપે દારૂની 21 હજાર પેટીઓનુ વેચાણ (Sale of alcohol) કર્યું હતં. આખા દેશમાં લોકડાઉનના પગલે બધું જ બધ હતું. ત્યારે આટલી મોટી માત્રામાં દારૂ વેચનારી બે કંપનીઓ સામે ફરિયાદ બાદ પગલાં ભરવામાં આવ્યા હતા. બંને કંપનીઓ ઉપર એક કરોડ 12 લાખ રૂપિયાનો દંડ (Fine) ફટકારવામાં આવ્યો હતો.

    લોકડાઉનમાં ચોરીછૂપે વેચ્યો હતો દારું
    કોરોના મહામારી ફેલાવાને રોકવા માટે 23 માર્ચ 2020ના દિવસે લોકડાઉન લાગું કરવામાં આવ્યું હતું. દેશમાં બધું જ બંધ હતું. પરંતુ જિલ્લામાં બે દારૂની ફર્મ શ્રી વિનાયક અને ડિસ્કવરી સેલ્સએ 21 હજાર દારૂની પેટીઓનું લોકડાઉન દરમિયાન ચોરી છૂપે વેચાણ કર્યું હતું.

    1.12 કરોડ રૂપિયાનો ફટકાર્યો દંડ
    આબકારી વિભાગના દ્વારા જ્યારે આ ફર્મોના ગોડાઉનનું ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે 21 હજાર પેટીઓ ઓછી મળી હતી. ત્યારબાદ આની રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવી હતી. આ મામલે આબકારી વિભાગ દ્વારા ફતેહાબાદની આ બંને ફાર્મો ઉપર મોટી કાર્યવાહી કરતા 1 કરોડ 12 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

    આ પણ વાંચોઃ-બનાસકાંઠાઃ બેસતા વર્ષે જ પાંથાવાડા હાઈવે ઉપર Hit & Run, બાઈક ચાલકનું કમકમાટી ભર્યું મોત, ખુશીનો અવસર માતમમાં ફેરવાયો

    આ પણ વાંચોઃ-અમદાવાદઃ જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મદિવસ ઉજવવો ભારે પડ્યો, દેવ બાદશાહ સહિત 9 લોકો ઝડપાયા

    આ પણ વાંચોઃ-અમાદાવાદના સોલાના પૈસાદાર ઘરનો શરમજનક કિસ્સોઃ 'તું તો ગામડાની અભણ કહેવાય, અમારા ઘરે તું શોભે નહી'

    બીજેપી નેતાના સંબંધી છે આ કંપનીઓ
    શ્રી વિનાયક ફર્મ પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા બલવાન સિંહના ભત્રીની હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે બીજી કંપની સિરસાના પૂર્વ ધારાસભ્ય મક્ખન લાલના નજીકના સંબંધીની હોવાનું માનવામાં આવી રહ્યું છે.



    21 હજાર દારૂની પેટીઓ ઓછી મળી હતી
    આ અંગે જાણકારી આપતા આબકારી વિભાગના આયુક્ત બીકે શાસ્ત્રીએ જણાવ્યું કે લોકડાઉન દરમિયાન બંને ફર્મોના ગોડાઉનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 21 હજાર જેટલી દારૂની પેટીઓ ઓછી મળી હતી. ત્યારબાદ આ અંગે કડક પગલાં ભરવામાં આવ્યા હતા.
    Published by:ankit patel
    First published: