21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ હતો

News18 Gujarati
Updated: September 29, 2020, 1:04 PM IST
21 વર્ષ પછી આરોપ મુક્ત થયો ઝારખંડનો વ્યક્તિ, સુપ્રીમ કોર્ટે કહ્યું- રેપ નહીં બંનેમાં પ્રેમ હતો
સુપ્રીમ કોર્ટ

યુવતીની ફરિયાદ પછી એક ટ્રાયલ કોર્ટમાં દોષી ઠેરવ્યા પછી સાત વર્ષની તેને જેલની સજા પણ સંભળાવવામાં આવી હતી.

  • Share this:
સુપ્રીમ કોર્ટે એક મહિલા દ્વારા પુરુષ પર લગાવેલા રેપના આરોપ મામલે કહ્યું કે આ બળાત્કાર નથી પણ બંને વચ્ચે પ્રેમ હતો. કોર્ટે જોયું કે મહિલાએ યુવક પર 21 વર્ષ પહેલા આરોપ લગાવ્યો હતો. કારણ કે બંને અલગ જાતિના લોકો હતા. અને તેમના લગ્ન નહતા થઇ શકતા. ઝારખંડ નિવાસી એક વ્યક્તિએ વર્ષ 1999માં બળાત્કાર અને અવૈદ્ય પ્રસવનો આરોપ લગાવ્યો. એટલું જ નહીં યુવતીની ફરિયાદ પછી એક ટ્રાયલ કોર્ટમાં દોષી ઠેરવ્યા પછી સાત વર્ષની તેને જેલની સજા પણ સંભળાવવામાં આવી હતી. બંને વ્ચેચ પ્રેમ પત્રના પુરાવા મળવા છતાં ટ્રાયલ કોર્ટે આ સજા સંભળાવી હતી. જેને ઝારખંડની હાઇકોર્ટે પણ મંજૂર રાખી હતી.

સોમવારે જસ્ટિસ આરએફ નરીમનની અધ્યક્ષતાવાળી બેંચમાં તેને દુર્ભાગ્યપૂર્ણ કહેવામાં આવ્યું હાઇકોર્ટે રિકોર્ડ પર હાજર પ્રેમ પત્રો અને તેમની સાથે પાડેલી તસવીરોથી આકલન કરવામાં અસફળ રહી તેવું કહ્યું. સુપ્રીમ કોર્ટે યુવતીની ગવાહી અસ્વીકાર કરી જેમાં કહ્યું હતું કે તે લગ્નનો વાયદો આપીને ડરના કારણે તેને યૌન સંબંધ બનાવ્યા હતા.

તેમણે કહ્યુ કે મને કોઇ સંકોચ નથી કે ના ખાલી યુવતીની સહમતિ આ થયું છે પણ સાથે જ તેની સાથે જે થયું તે તમામ વાતથી તે સચેત પણ હતી. તેમણે કહ્યું કે તે યુવકથી ખૂબ જ પ્રેમ કરતી હતી અને તેણે પોતાની સ્વેચ્છાથી પોતાની શરીર તે યુવકને સોપ્યું હતું. અને આ પાછળ તેમનો પ્રેમ જ કારણ હતું.

વધુ વાંચો : World heart day 2020 : જાણો કેવી રીતે આવે છે હાર્ટ અટેક, બચાવો પોતાની સાથે બીજાનું જીવન

ઉલ્લેખનીય છે કે આ મામલે યુવક અનુસુચિત જનજાતિનો હતો જ્યારે યુવતી ઇસાઇ ધર્મની હતી. બેંચ જણાવ્યું કે પારંપરિક સમાજમાં વિભિન્ન ધાર્મિક માન્યતા હોય છે. આરોપની પ્રકૃતિ અને રીતની વચ્ચે એક બીજાને લખેલા પત્ર તે સ્પષ્ટ કરે છે કે બંને એકબીજાથી પ્રેમ કરતા હતા. કોર્ટ કહ્યું કે તેમની વચ્ચે શારિરીક સંબંધ એક બે વાર નહીં પણ વર્ષો સુધી નિયમિત રહ્યા. યુવતી, યુવકના ઘરે જઇને રહેલી પણ છે.


નિર્ણયમાં એફઆઇઆર કરવામાં ચાર વર્ષ મોડું કરવા પર પણ ટિપ્પણી કરવામાં આવી. જ્યારે યુવક કોઇ અન્ય મહિલાથી લગ્ન કરવા જઇ રહ્યો હતો ત્યારે તેના એક સપ્તાહ પહેલા તે પોલીસ સ્ટેશન ગઇ હતી. યુવતી પણ બંને અલગ ધર્મના છે તે વાત જાણતી હતી. બેંચ કહ્યું કે આ સમગ્ર કેસ સંદેહાત્મક છે માટે કોઇ એક વ્યક્તિને દોષી ના કહી શકાય
Published by: Chaitali Shukla
First published: September 29, 2020, 1:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading