Video : ગાડીમાંથી યુવક ઉતર્યો અને યુવતી લમણે મૂકી દીધી બંદૂક અને પછી થયો આ કાંડ

ઘટનાના સીસીટીવી ફૂટેજ

જ્યારે વિદ્યાર્થીની પરીક્ષા આપીને કોલેજની બહાર નીકળ ત્યારે કારમાં આ લફંગો આવી પહોંચ્યો હતો. અને તેને ગાડીમાં બળજબરીપૂર્વક ઉપાડી જવાનો પ્રયાસ કર્યો. યુવતીએ આ મામલે આના કાની કરી તો...

  • Share this:
    હરિયાણાના ફરિદાબાદમાં સોમવારે કોલેજમાં પરીક્ષા આપી બહાર આવતી યુવતીની એક અજાણ્યા યુવકે ગોળી મારીને હત્યા કરી દીધી. ભર બપોરે થયેલી આ ઘટવામાં આરોપી હત્યા કરીને ગાડીમાં ફરાર થઇ ગયો. પોલીસે હત્યાના મુખ્ય આરોપી તૌફીકને આજે પકડી પાડ્યો છે. પણ યુવતીના ભાઇએ આરોપ મૂક્યો છે કે યુવક, યુવતીનું ધર્મ પરિવર્તન કરવા ઇચ્છતો હતો. પરિવારે પણ કહ્યું કે આ જ મામલે 2018માં પોલીસને ફરિયાદ પણ નોંધવવામાં આવી હતી.

    ત્યારે કાલે જ્યારે વિદ્યાર્થીની પરીક્ષા આપીને કોલેજની બહાર નીકળ ત્યારે કારમાં આ લફંગો આવી પહોંચ્યો હતો. અને તેને ગાડીમાં બળજબરીપૂર્વક ઉપાડી જવાનો પ્રયાસ કર્યો. યુવતીએ આ મામલે આના કાની કરી તો તેને ગોળી મારીને તે ઘટના સ્થળેથી ભાગી ગયો.



    એટલું જ નહીં સીસીટીવીના ન પકડાય તે માટે તેણે પોતાના ચહેરો પણ ઢાંક્યો હતો. પીડિત મહિલા બીકૉમ અંતિમ વર્ષની વિદ્યાર્થી છે. પોલીસે આ મામલે મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપીનું નામ તૌફિક છે. તે રાજસ્થાનના મેવાતનો રહેવાસી છે. બલ્લભગઢમાં થયેલી આ ઘટનાનું વીડિયો CCTVમાં રેકોર્ડ થયો છે. જેના આધારે પોલીસ અન્ય આરોપીને પણ શોધી રહી છે.

    મૃતક નિકિતાના પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે તે પોતાની પુત્રીનો અંતિમ સંસ્કાર નહીં કરે. યુવતીના પરિવારે આ પછી રસ્તા પર જ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. બીકોમના ફાઇનલ યરની પરીક્ષા આપી પીડિતા કોલેજથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે આઇ 20 કારમાં સવાર યુવક આવી તેની હત્યા કરી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં લોકોમાં ડરનો માહોલ છે.

    નોંધનીય છે કે આ ઘટનાના પડઘા ચારે બાજુ પડ્યા છે. અનેક લોકો મહિલાઓ પર વધી રહેલા ગુનાહિત અત્યાચારોનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે પીડિતાના પરિવારે આ મામલે ત્વરિત કાર્યવાહી સાથે ન્યાયની અપીલ કરી છે.
    Published by:Chaitali Shukla
    First published: