દિલ્હી ફતેહ કરવા માટે ઉત્તર પ્રદેશની આ 21 બેઠક છે મહત્‍વપૂર્ણ

News18 Gujarati
Updated: April 11, 2019, 1:02 PM IST
દિલ્હી ફતેહ કરવા માટે ઉત્તર પ્રદેશની આ 21 બેઠક છે મહત્‍વપૂર્ણ
પ્રતીકાત્મક તસવીર

ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાતા જ દરેક નાના-નાના રાજકીય પક્ષો માટે ઉત્તર પ્રદેશનો આ વિસ્તાર ખાસ થઈ જાય છે

  • Share this:
(નાસિર હુસૈન)

લોકસભા હોય કે પછી વિધાનસભા, પરંતુ ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાતા જ દરેક નાના-નાના રાજકીય પક્ષો માટે ઉત્તર પ્રદેશનો આ વિસ્તાર ખાસ થઈ જાય છે. ઠીક એવી જ રીતે જેમ લોકસભા ચૂંટણી 2019માં દરેક નાના-મોટી રાજકીય પાર્ટી અહીં જોર લગાવી રહી છે. આમ તો દેશના બીજા વિસ્તાર જેવો જ આ વિસ્તાર છે પરંતુ સમુદાયોમાં વહેંચાયેલો અહીંનો રાજકીય ગઠજોડ દરેક પાર્ટીને લલચાવે છે.

પશ્ચિમ યૂપીના નામથી ઓળખાતા આ વિસ્તારની એક ખાસિયત એ પણ છે કે પૂર્વ વડાપ્રધાન અને ખેડૂતોના મસીહા ચૌધરી ચરણસિંહની કર્મ અને જન્મભૂમિ પણ છે. આ ઉપરાંત શેરડી પર થતા રાજકારણ માટે પણ આ વિસ્તાર યાદ કરવામાં આવે છે. આજે પશ્ચિમ યૂપીની 21માંથી 8 સીટ પર મતદાન થઈ રહ્યું છે. 2014માં આ તમામ સીટો બીજેપીએ જીતી લીધી હતી.

જાટ-મુસ્લિમ અને દલિતો પર રહે છે નજર

વ્યવસાયે ખેડૂત અને જાટ મહાપંચાયત સાથે જોડાયેલા જિતેન્દ્ર હુડ્ડાએ જણાવ્યું કે, પશ્ચિમ યૂપીમાં 15 જિલ્લા આવે છે. અહીં 77 વિધાનસભા અને 21 લોકસભા સીટ છે. એક અંદાજિત આંકડા અનુસાર આ સીટ પર 17 ટકા જાટ તો 33 ટકા મુસ્લિમ છે. અહીં 35થી 40 ટકા દલિત વોટર પણ છે. વિધાનસભાની 77માંથી 60 સીટ એવી છે જ્યાં 40 ટકા જાટોની વસતી છે.
મુઝફ્ફરનગરના રહેવાસી અને એક દૈનિક અખબાર સાથે જોડાયેલા પત્રકાર શાનવાજ જણાવે છે કે, ખાસ કરીને વિધાનસભા ચૂંટણીમાં જાટ-મુસ્લિમ અને દલિત મુસ્લિમ સમીકરણ ખૂબ અસર પાડે છે. 2007માં દલિત-મુસ્લિમ ગઠબંધન બેસતાં જ માયાવતીએ પોતાની સરકાર બનાવી હતી. ગઠબંધન એટલું સફળ થયું હતું કે આગ્રાની 9 વિધાનસભા સીટોમાંથી 7 સીટો બસપાના ખાતામાં ગઈ હતી. જ્યારે આ વિસ્તારથી બસપાને કુલ 32 સીટો મળી હતી. જ્યારે સપાએ 2012માં પોતાની સરકાર બનાવી હતી ત્યારથી બસપાના આ વિસ્તારથી 23 સીટ જીતવામાં સફળ થઈ હતી.

આવી જ રીતે આ વિસ્તારમાં જાટ-મુસ્લિમ ગઠબંધનના સમીકરણને નકારી ન શકાય. જ્યારે 2012ની વિધાનસભા ચૂંટણીમાં જાટ-મુસ્લિમ મતદારો એક તરફ થઈ ગયા તો સપાના ખાતામાં આ વિસ્તારમાંથી 24 સીટ આવી હતી. જ્યારે 2007માં આજ સપાને માત્ર ત્રણ સીટ મળી હતી. આ સમીકરણ એટલું સફળ થયું હતું કે 77માંથી 26 સીટ પર મુસ્લિમ ઉમેદવાર વિધાનસભા પહોંચ્યા હતા. મેરઠ, આગ્રા અને અલીગઢની પણ તમામ શહેરી સીટ પર મુસ્લિમ ઉમેદવાર જીત્યા હતા. આ વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારોથી વધુ શહેરી સીટ પર મુસ્લિમ વસતી રહે છે.


યૂપી વિધાનસભામાં રાલોદની પાસે એક જ સીટ છે. 2014 લોકસભા ચૂંટણીમાં રાલોદને યૂપીના માત્ર 00.44 ટકા વોટ જ મળ્યા હતા. જ્યારે 2009ની ચૂંટણીમાં રાલોદની પાસે લોકસભામાં 5 સીટ હતી. આજ કારણ છે કે સપા-બસપાએ ગઠબંધન માટે રાલોદથી છેડો ન ફાડ્યો, પરંતુ ત્રણ સીટ રાલોદને આપતા જાટો પર નિશાન સાધવાજો પ્રયાસ કર્યો છે.

ડો. બીઆર આંબેડકર વિશ્વવિદ્યાલયના પ્રો. ડો. મોહમ્મદ અરશદ જણાવે છે કે, પિશ્ચિમ યૂપીમાં રાલોદને નજરઅંદાજ ન કરી શકાય. આજે પણ આ વિસ્તારમાં ચૌધરી ચરણસિંહનો પ્રભાવ છે. આજે પણ તેમની અસર રાલોદ પરિવારમાં જોવા મળે છે. ઘણા બધાં લોકો એવા છે જેમનો દિલથી લગાવ આ પરિવારની સાથે છે.

ડો. મોહમ્મદ અરશદ કહે છે કે, હા, પરંતુ આ વાત પણ સાચી છે કે ઘણા બધા લોકો એવા છે જેમનો લગાવ તો આ પરિવાર એટલે કે ચૌધરી અજિતસિંહની સાથ છે, પરંતુ ક્યારેક વોટ આમ-તેમ આપી દે છે. પરંતુ જ્યારે વાત ફસવા લાગે છે તો આજ જાટ વોટ એકજૂથ થઈ જાય છે. જેમકે હાલમાં છે. આજે લોકસભા રાલોદની પાસે એક સીટ પણ નથી. ચૌધરી પોતે પણ પોતાની બાગપત સીટ હારી ગયા હતા. આ વાત જાટોને ખૂબ જ ડંખી રહી છે.

કહેવાય છે કે આ વિસ્તારની 21 લોકસભા સીટમાંથી 18 સીટ એવી છે જ્યાં 50 હજારથી લઈને 3 લાખ સુધી જાટ મતદાતા છે. સૌથી વધુ જાટ બાગપત સીટ પર છે. ત્યારબાદ મુઝફ્ફરનગર, મથુરા, ફતેહપુર સીકરી, હાથરસ વગેરે સીટ છે જ્યાં સૌથી વધુ જાટ મતદાતા છે.


ખાસ કરીને પશ્ચિમ યૂપીના સમીકરણ ગઠબંધન માટે વોટમાં ફેરવાશે કે નહીં તે વિશે અલીગઢ યુનિવર્સિટીના પ્રોફેસર અબ્દુલ રહીમનું કહેવું છે કે, પશ્ચિમ યૂપી જ નહીં સમગ્ર યૂપીમાં સમીકરણ વોટમાં ફેરવાશે કે નહીં તે તો 23 મેના રોજ જ જાણી શકાશે. પરંતુ ફૂલપુર, ગોરખપુર અને કૈરાનાના ઉદાહરણ આપણી સામે છે. મતદારોમાં નારાજગી પણ છે જેને ગઠબંધનને મતમાં પરિવર્તિત કરવામાં સમય નહીં લાગે.
First published: April 11, 2019, 12:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading