કર્ણાટક: બસ નહેરમાં ખાબકી, 15 મહિલા અને 9 બાળકો સહિત 30નાં મોત

News18 Gujarati
Updated: November 24, 2018, 6:42 PM IST
કર્ણાટક: બસ નહેરમાં ખાબકી, 15 મહિલા અને 9 બાળકો સહિત 30નાં મોત
બસ નિયંત્રણ ગુમાવતાં કેનાલમાં ખાબકી, બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું.

પેસેન્જરથી ભરેલી બસ વીસી કેનાલમાં અનિયંત્રિત થઈને ખાબકી, બચાવ અને રાહત કાર્ય શરૂ

  • Share this:
કર્ણાટક: માંડ્યામાં શનિવારે થયેલી ભીષણ બસ દુર્ઘટનાામં ઓછામાં ઓછા 30 લોકોનાં મોત થયા છે. પાંડવપુરા વિસ્તારના કનંગના મરાદી ગામ પાસે થયેલી દુર્ઘટનામાં શિકાર લોકોમાં 15 મહિલા, 6 પુરુષ અને 9  બાળકોનો સમાવેશ થાય છે. રાજ્યના મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ મૃતકના પરિવારોને 5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી. તેમની મુલાકાત બાદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ મુલાકાત લઈ શોક વ્યક્ત કર્યો હતો.

મળતી માહિતી મુજબ, પેસેન્જર ભરેલી એક બસ અનિયંત્રિત થઈને વીસી કેનાલમાં ખાબકી. આ દુર્ઘટના બપોરે લગભગ 12.25 વાગ્યે ઘટી. જે સમયે દુર્ઘટના થઈ ત્યારે બસમાં 35 લોકો સવાર હતા. દુર્ઘટના બાદ કર્ણાટકના ઉપમુખ્યમંત્રી દુર્ઘટનાના સ્થળે પહોંચ્યા હતા.

કર્ણાટકના ઉપમુખ્યમંત્રી જી પરમેશ્વરમે જણાવ્યું કે, હું માનું છું કે ડ્રાઇવર બરાબર બસ નહોતો ચલાવી રહ્યો. હું વધી માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છું.


સ્થાનિક લોકોએ જણાવ્યું કે બસ માંડ્યાથી પાંડવપુરા જઈ રહી હતી અને કેનાલમાં પડ્યા બાદ પાણીમાં ડૂબી ગઈ. પ્રત્યક્ષદર્શીઓ મુજબ બસ ખૂબ ઝડપમાં હતી જેના કારણે ડ્રાઇવરે પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું. તેઓએ ન્યૂઝ18ને જણાવ્યું કે દુર્ઘટના બાદ ડ્રાઇવર અને કંડક્ટર તરીને બહાર આવી ગયા અને ફરાર થઈ ગયા.

મુખ્યમંત્રીએ દુર્ઘટનાની ગંભીરતાથી નોંધ લઈને જલ્લિા કમિશ્નર અને જિલ્લા ઇન્ચાર્જ સીએસ પુત્તરાજૂને ઘટના વિશે પૂછપરછ કરી છે. આ દરમિયાન મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીએ શોક વ્યક્ત કર્યો. વડાપ્રધાન મોદીએ પણ દુર્ઘટનાને લઈ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેઓએ ટ્વીટ કરી દુર્ઘટનામાં મૃતક લોકોના પરિવારો પ્રતિ સંવેદન પ્રકટ કરી છે.

ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં છેલ્લા 8 દિવસોની અંદર આ બીજી મોટી દુર્ઘટના છે. આ પહેલા 6 પેસેન્જર્સના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને 10 ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ દુર્ઘટના હુબલીના કિનારે નેશનલ હાઇવે 63 પર ઘટી હતી. આ દુર્ઘટનામાં મુંબઈથી આવી રહેલી એક પેસેન્જર બસની ટક્કર ટ્રક સાથે થઈ ગઈ હતી.
First published: November 24, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading