મોદી રાજમાં ભારત ભુખમરાનાં ભરડામાં: બાળકો કુપોષિત: અહેવાલ

ભુખમરાના કારણો લાખો બાળકો દેશમાં કુપોષણથી પિડાય છે. આ એક ગંભીર સ્થિતિ છે.

ભુખમરાના કારણો લાખો બાળકો દેશમાં કુપોષણથી પિડાય છે. આ એક ગંભીર સ્થિતિ છે.

 • Share this:
  એક તરફ ભારત દેશ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્રની વાત કરે છે અને બીજી તરફ દેશમાં ભુખમરાએ ભરડો લીધો છે અને એક ભુખમરા વિશેનાં વૈશ્વિક અહેવાલ-ગ્લોબલ હંગર ઇન્ડેક્સ- મુજબ, ભારતમાં ભુખમરો વધી રહ્યો ચે. આ અહેવાલ મુજબ, ભારતમાં પાંચ વર્ષથી નીચેના 20 ટકા બાળકો ભયકંર કુપોષણથી પિડાય છે. સમગ્ર વિશ્વમાં ભુખમરાની સૌથી ખરાબ અસર સાઉથ સુદાનમાં છે.

  2018નાં આ ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 119 દેશમાં ભારતને 103મું સ્થાન મળ્યું છે. આ અહેવાલમાં, ભારતમાં ભુખમરાની સ્થિતિની ખુબ ગંભીર ગણાવવામાં આવી છે. ગયા વર્ષ કરતા આ વર્ષે ભારતમાં ભુખમરાની સ્થિતિ વધુ વિકટ બની છે અને ભારતનું સ્થાન ત્રણ પોઇન્ટ નીચે આવી છે.

  મધ્યાહન ભોજનના કર્મચારીઓનું સરકાર ‘પોષણને બદલે શોષણ’ કરે છે: જિગ્નેશ મેવાણી

  ગયા અઠવાડિયે, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યું હતું કે, ભારતનું અર્થતંત્ર 7.3 ટકાના દરે 2018-19માં વિકાસ પામશે. ઇન્વેસ્ટેમેન્ટ વધશે અને લોકોની ખરીદ શક્તિ વધશે.

  આ અહેવાલમાં જણાવ્યા મુજબ, કુમળી વયના બાળકોને પોષણયુક્ત ખોરાક મળે એ ખુબ જરૂરી છે અને આ માટે પ્રયાસો કરવા જોઇએ. બાળકોને માતાનું ધાવણ મળે એ માટે પણ પ્રયાસો કરવા જોઇએ. આ ગંભીર સમસ્યા સામે લડવા માટે માત્ર ગરીબી ઓછી થાય તે પુરતું નથી. પરિવારોમાં પરંપરાગત ખોરાકની સાથે પોષણયુક્ત ખોરાક લે, સ્વચ્છતા રાખે અને તેમને આરોગ્યની સવલતો મળી રહે એ જરૂરી છે.

  4 મહિનાથી મધ્યાહન ભોજન કેન્દ્રના બિલ ચુકવણી ના થતાં બાળકોને ભૂખે મરવાનો વારો
  Published by:Vijaysinh Parmar
  First published: