Home /News /national-international /દેશમાં ધમધમી રહી છે 21 નકલી યુનિવર્સિટી, UGCએ બહાર પાડેલી યાદીમાં આ રાજ્ય અવ્વલ

દેશમાં ધમધમી રહી છે 21 નકલી યુનિવર્સિટી, UGCએ બહાર પાડેલી યાદીમાં આ રાજ્ય અવ્વલ

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા નકલી યુનિવર્સિટીઓની યાદી જાહેર કરવામાં આવી છે

UGC: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા નકલી યુનિવર્સિટીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જે લિસ્ટ સામે આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓની પણ ચિંતા વધી છે.

    દિલ્હી: યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા નકલી યુનિવર્સિટીઓની યાદી જાહેર કરવામાં આવી છે. જે લિસ્ટ સામે આવતાં વિદ્યાર્થીઓ અને વાલીઓની પણ ચિંતા વધી છે. કેમ કે, આ યાદીમાં સામેલ યુનિવર્સિટીઝનો અર્થ થાય છે કે, આ તમામ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ડિગ્રી આપવા માટે માન્ય નથી. યુજીસી દ્વારા કુલ 21 યુનિવર્સિટીની યાદી જાહેર કરવામાં આવી છે. આ તમામ યુનિવર્સિટી કાયદા વિરુદ્ધ એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ 1956 વિરુદ્ધ ચાલી રહી છે. આ મામલે સૌથી આગળ દિલ્હી છે.

    આ યાદી પ્રમાણે દેશમાં દિલ્હી એક એવું રાજ્ય છે, જ્યાં આવી નકલી યુનિવર્સિટીઓની સંખ્યા સૌથી વધુ છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરતી આવી 8 યુનિવર્સિટી ચાલી રહી છે. ઉપરાંત બીજા નંબર ઉત્તરપ્રદેશ છે, જ્યાં એવી ચાર નકલી યુનિવર્સિટી સામે આવી છે. વેસ્ટ બંગાળ અને ઓડીશામાં બે-બે યુનિવર્સિટીઓ આવેલી છે. જ્યારે કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, પુડ્ડુચેરી અને આંધ્રપ્રદેશમાં એક-એક નકલી યુનિવર્સિટી છે.

    યુજીસીએ અનુસાર, યુનિવર્સિટી ત્યારે જ વિદ્યાર્થીને ડિગ્રી આપવી શકે જ્યારે તે એક કેન્દ્રીય, રાજ્ય/પ્રાદેશિક અધિનિયમ હેઠળ અથવા કોઇ સંસ્થા દ્વારા સ્થાપિત કરવામાં આવી હોય, જે એક ડીમ્ડ-ટુ-યુનિવર્સિટી હોય. ખાસ કરીને સંસદના એક અધિનિયમ દ્વારા સત્તા પ્રાપ્ત સંસ્થાઓ જ ડિગ્રી આપી શકે છે.


    આ છે નકલી સંસ્થાઓ

    દિલ્હી

    1. All India Institute of Public and Physical Health Sciences (AIIPPHS), State Govemment University
    2. Commercial University Ltd. Daryaganj, Delhi
    3. United Nations University, Delhi
    4. Vocational University, Delhi
    5. ADR-Centric Juridical University
    6. Indian Institution ofScience and Engineering, New Delhi
    7. Viswakarma Open University for Self-employment
    8. Adhyatmik Vishwavidyalaya (Spiritual University)

    કર્ણાટક
    9. Badaganvi Sarkar World Open University Education Society

    કેરળ
    10. St. John's University, Kishanattam

    મહારાષ્ટ્ર
    11. Raja Arabic University, Nagpur

    પશ્ચિમ બંગાળ
    12. Indian Institute of Alternative Medicine
    13. Institute of Alternative Medicine and Research

    ઉત્તરપ્રદેશ
    14. Gandhi Hindi Vidyapith, Prayag, Allahabad (UP)
    15. National University of Electro complex Homeopathy, Kanpur
    16. Netaji Subhash Chandra Bose Univirsity (open university)
    17. Bhartiya Shiksha Parishad

    ઓડિશા
    18. Nababharat Shiksha Parishad
    19. North Orissa University of Agriculture and Technology

    પુડ્ડુચેરી
    20. Sree Bodhi Academy of Higher Education

    આંધ્રપ્રદેશ
    21. Christ New Testament Deemed University
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: National news, UGC Guidelines, University

    विज्ञापन
    विज्ञापन